આ વખતે જાપાનનાં ટોકીયો શહેર ખાતે ઓલ્મપિક ગેમ્સમાં 160 LGBTQ રમતવીરોએ ભાગ લીધો છે, જેને લઈ જાપાન અને સમગ્ર રમત-જગતમાં કૂતૂહલનુ વાતાવરણ બની રહ્યુ છે.
ઓલ્મપિકના ઈતિહાસમાં 160ની સંખ્યામાં ગે, લેસ્બિયન, ટ્રાન્સઝેન્ડર, ક્વીર અને બાય-સેક્સુઅલ ખેલાડીઓ સાથે ટોકીયો ઓલ્મપિક 2020 મોસ્ટ ઈન્ક્લુસિવ ગેમ બની છે.
આ વર્ષે કુલ 27 દેશોમાંથી ઓછામા ઓછા 1 ખેલાડી ટ્રાન્સઓલ્મપિઅન તરીકે બહાર આવ્યા છે. 30ની સંખ્યા સાથે યુએસ હાલ લીડીંગ ભૂમિકામાં છે. ત્યારબાદ, બ્રિટન -16, કેનેડા-16, નેધરલેન્ડસ-16, બ્રાઝિલ-14, ઓસ્ટ્રેલિયા-12 અને ન્યુઝિલેન્ડના 10 ખેલાડીઓ LGBTQ શ્રેણીમાં બહાર પડેલાં ખેલાડીઓ છે. જોકે, આ સંખ્યા હજુ પણ વધે એવી સંભાવના છે કેમ કે ઘણાં લોકો સામાજિક કલંકને લીધે જાહેરમાં બહાર આવતાં ડરે છે.
No comments:
Post a Comment