આરોગ્ય અધિકારીઓએ મંગળવારે અહીં જણાવ્યું હતું કે, ભારતનો પ્રથમ કોવિડ-19 કેસ રહી ચૂકેલી એક મહિલા મેડિકલ વિદ્યાર્થીએ ૧ વર્ષના લાંબા સમયગાળા પછી ફરીવાર સંક્રમિત બની છે.
"તેને કોવિડ-19નો ચેપ લાગ્યો છે. તેનું આરટી-પીસીઆર પોઝિટિવ છે, એન્ટિજેન નેગેટિવ છે. તે એસિમ્પટોમેટિક છે," થ્રીશૂરડીએમો ડો. કે જે રીનાએ પીટીઆઈને જણાવ્યું હતું.
આ મહિલાના કોવિડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કારણ કે તે અભ્યાસના હેતુઓ માટે નવી દિલ્હી જવા માટે તૈયાર હતી. જેમાં આરટી-પીસીઆરનું દ્વારા પોઝિટિવ પરિણામ આવ્યું હતું. મહિલા હાલમાં ઘરે છે અને "તે ઠીક છે," ડોક્ટરે કહ્યું.
30 જાન્યુઆરી, 2020ના રોજ વુહાન યુનિવર્સિટીની ત્રીજા વર્ષની મેડિકલ સ્ટુડન્ટ સત્ર વેકેસન ગાળવા ઘરે પરત ફરી હતી, જેના થોડા દિવસો બાદ તે મહિલા સમગ્ર દેશમાં પ્રથમ પોઝિટિવ વ્યક્તિ બની હતી.
થ્રીશૂર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લગભગ ત્રણ અઠવાડિયાની સારવાર બાદ, તેણે વાયરસ માટે બે વખત નકારાત્મક પરીક્ષણ કર્યું હતું, અને પોતાની સ્વસ્થતાની પુષ્ટિ કરી હતી, અને 20 ફેબ્રુઆરી, 2020ના રોજ તેને રજા આપવામાં આવી હતી.
રસપ્રદ છે કે ઇંડિયન મેડિકલ અસોસીએસન દ્વારા તાજેતરમાં જ રાજ્ય અને કેન્દ્ર સરકારને કોવિડ પ્રોટોકોલની ઢીલાઈ અંગે તાકીદ કરવામાં આવી છે. ઉચ્ચ તબીબોના મતે સરકાર અને જનતાના પક્ષે થોડી પણ લાપરવાહી કોરોના વાઇરસની ત્રીજી લહેર લાવી શકે છે.
જ્યારે એક બાજુ ડેલ્ટા વેરીયંટને લઈને ચોતરફ અસમંજસનો માહોલ છે એવામાં દેશમાં પ્રથમ કોવિડ સંક્રમિત વ્યક્તિનું ફરીવાર સંક્રમિત બનવું એ અન્ય લોકો માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.
No comments:
Post a Comment