તાજેતરમાં ગંગા નદીના પાણી ઉપર કરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ગંગા નદીના પાણીમાં માઈક્રોપ્લાસ્ટિક એકત્રિત થયી રહ્યું છે, જેના કારણે પાણીના ગુણવત્તા અને નદીની જળશ્રુષ્ટિ ઉપર ગંભીર અસર થયી શકે છે.
દિલ્હી સ્થિત એનજીઓ ટોક્ષિક લિન્ક દ્વારા 'ગંગા નદીના કિનારે માઇક્રોપ્લાસ્ટિકનુ માત્રાત્મક વિશ્લેષણ' શીર્ષક હેઠળ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં મળેલી માહિતી મુજબ નદીના પ્રદૂષિત પાણી માટે જવાબદાર પરિબળોમાં સિંગલ યુઝ અને સેકન્ડરી યુઝ પ્લાસ્ટિક બંને નો સમાવેશ થાય છે.
5 mm થી નાના કદ વાળા પ્લાસ્ટિક માઈક્રોપ્લાસ્ટિક તરીકે ઓળખાય છે. દરિયાઈ પ્રદૂષણ અને માછલી, કાચબા સહિતના તમામ જીવો માટે આ પ્લાસ્ટિક એક શાપ સમાન છે.
આ અભ્યાસ મુજબ, ટ્રીટ કર્યા વિનાનું ગટરનું પાણી, ઔધ્યોગિક વેસ્ટ અને ભક્તોના ચડાવા-ખાસ કરીને નોન-ડિગ્રેડબલ પ્લાસ્ટિક- નદીના મુખ્ય પ્રદૂષકો છે. આ રીતે નદીમાં છોડવામાં આવતો કચરો ધીરે ધીરે નદીના પ્રવહથી ધોવાઈને માઇક્રોપ્લાસ્ટિક નુ રૂપ ધારણ કરી લે છે.
ગોવા રાસ્ટ્રીય સમુદ્રવિજ્ઞાન સંસ્થાનના સહયોગથી ફેબ્રુઆરી, 2020માં હરિદ્વાર, વારાણસી અને કાનપુર સ્થિત ગંગાના પાણીના પ્રત્યેક જગ્યા દીઠ 5-5 નમૂના લેવામાં આવ્યા હતા અને પાણીનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
પાણીનુ ટેસ્ટિંગ ફોરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ (FTIR) સ્પેકટ્રોસકોપી પદ્ધતિ દ્વારા કારમાં આવ્યું હતું જેના વડે પાણીમાં રહેલા કાર્બનિક કે અકાર્બનિક પદાર્થોને ઓળખવામાં આવે છે અને પછી તેનું વર્ગીકર્ણ કરવામાં આવે છે. આ સંશોધન દ્વારા જાણવા મળ્યું કે ગંગામાં 40 પ્રકારના પોલીમર માઈક્રોપ્લાસ્ટિક તરીકે કાર્યરત છે.
સંશોધનના મુખ્ય સમન્વયક પ્રીતિ મહેશના મતે, "મૂળભૂત રીતે, નદીના વહેણમાં મિક્રોપ્લાસ્ટિકની પુષ્કળતાનો સીધો કે અપ્રત્યક્ષ સંબંધ ખરાબ રીતે થાત સોલીડ અને પ્રવાહી વેસ્ટ પ્રબંધન સાથે છે અને આ સમસ્યાનો ઉપચાર કરતાં પગલાં અનિવાર્ય છે."
આ અભ્યાસમાં અન્ય દેશોની નદીઓ સાથે માઈક્રોપ્લાસ્ટિકના મામલે ગંગાની તુલના કરવામાં પણ આવી. આશ્ચર્યજનક રીતે યુરોપ અને ઉત્તર અમેરિકાની વસ્તીનો માથાદીઠ પ્લાસ્ટિક યુઝ વધુ હોવા છતાં તેઓની નદીઓ જેમ કે રાઈન, માગોથી, એલિકી, રહોડ અને પાટસ્કોમાં ગંગાની તુલનમાં ઓછું માઇક્રોપ્લાસ્ટિક છે.
No comments:
Post a Comment