Tuesday, July 20, 2021

રામચંદ્ર ગુહા: ગાંધીનો સહારો લઈ મોદી કઈ રીતે પોતાના કલંકિત ઇતિહાસ ઉપર લીપાંપોત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

મેં પહેલી વાર ૧૯૭૯માં અમદાવાદની મુલાકાત લીધી હતી અને પછીના દાયકામાં વ્યાવસાયિક અને અંગત બંને કારણોસર ઘણી વાર પરત ફર્યો હતો. પછી મેં ગાંધી પર સંશોધન શરૂ કર્યું અને આ શહેર પ્રત્યેનો મારો લગાવ વધુ ગાઢ બન્યો. ૨૦૦૨ના ઉનાળામાં, તે વર્ષની શરૂઆતમાં થયેલા ભયાનક રમખાણો પછી મારી પ્રથમ સફર વખતે, હું સ્વાભાવિક રીતે સાબરમતી આશ્રમ ગયો હતો. જ્યાં મેં થોડો સમય એક શાંત અને આત્મનિર્ભર માણસ કે જેણે ગાંધીની સેવામાં ૩૦ વર્ષ ગાળ્યા હતા એવા એક ટ્રસ્ટી સાથે વાતચિતમાં વિતાવ્યો હતો. અમારી વાતચીત દરમિયાન તેમણે મને કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણો "મહાત્મા ગાંધીની બીજી હત્યા" છે.

જે વ્યક્તિની દેખરેખ હેઠળ તે રમખાણો થયા હતા, તે એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદ્યાર્થી રહ્યા છે. આ એક એવું સંગઠન છે, જેની સાંપ્રદાયિક, ઝેનોફોબિક વિચારધારા પોતે ગાંધીના બૃહદ અને ખુલ્લા મનના વૈશ્વિક દૃષ્ટિકોણ થી તદ્દન વિરોધાભાસી છે. મોદી આરએસએસના સરસંઘચાલક એમએસ ગોલવલકરની પુજા કરીને જ મોટા થયા હતા. ગોલવલકરની ગાંધી-ઘૃણા જાહેર રેકોર્ડનો મામલો છે. ડિસેમ્બર 1947માં એક ભાષણમાં ગોલવલકરે ટિપ્પણી કરી હતી: "મહાત્મા ગાંધી હવે તેમને ગેરમાર્ગે દોરી શકશે નહીં. આપણી પાસે એવા સાધનો છે કે જેથી આવા માણસોને તરત જ ચૂપ કરી શકાય, પરંતુ હિન્દુઓ પ્રત્યે અનિષ્ટ ન રહેવાની આપણી પરંપરા છે. જો આપણે મજબૂર થઈશું તો આપણે  તે રસ્તાનો સહારો પણ લેવો પડશે."

મોદી માટે ગોલવલકર  સૌથી આદરણીય શિક્ષક, માસ્ટર અને "પૂજનીય શ્રી ગુરુજી" હતા. તેમની કારકિર્દીના મોટા ભાગના સમય દરમિયાન, મોદીએ ગોલવલકર માટે પુષ્કળ આદર બતાવ્યો, જ્યારે ગાંધી માટે ભાગ્યે જ વિચાર કર્યો હતો. મુખ્યમંત્રી તરીકેના વર્ષોમાં નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની ક્યારેક ક્યારેક  મુલાકાત લેતા હતા. જોકે, વડાપ્રધાન બન્યા પછી, તેમને આ સ્થળમાં ઊંડો રસ પડ્યો હતો. બીજા અન્ય લોકો ઉપરાંત જાપાન અને ઇઝરાયલના વડા પ્રધાન અને ચીન અને અમેરિકાના પ્રમુખને મોદી વ્યક્તિગત રીતે ગાંધીના આશ્રમમાં લઈને ગયા છે.

વ્યક્તિગત પ્રવાસ

આશ્રમના કેટલાક ટ્રસ્ટીઓ, જેમકે સ્ટાફના સભ્યો ગાંધીના જીવન વિશે  ગહન અભ્યાશ ધરાવે છે. પરંતુ આમાંના એક પણ નિષ્ણાંતની મદદ ન લેતા, ગાંધી-બૈટર્સ અને ગાંધી-હૈટર્સ વિચારધારામાં પ્રશિક્ષિત મોદી એ સ્વયં વિદેશી મહાનુભાવોને આશ્રમ બતાવવાનો આગ્રહ રાખ્યો હતો.  મહાત્મા પર દેખીતી સત્તા સાથે વાત કરતી વખતે મોદીને આશ્રમના વિવિધ સીમાચિહ્નો તરફ હાથ થી ઇશારો કરતા બતાવવા, જેમકે  ગાંધી જ્યાં રોકાયા હતા તે ઝૂંપડી, જ્યાં તેમણે પ્રાર્થના કરી હતી તે જમીન, તેમનું કાંતવાનું ચક્ર - તેનું જીવન અને તેનો સંદેશ, વગેરે માટે  કેમેરાપર્સનને સૂચના આપવામાં આવી હતી કે તેઓ માત્ર ભારતીય વડા પ્રધાન અને મુલાકાતી રાષ્ટ્રપ્રમુખને જ ફ્રેમમાં રાખશે.

ગાંધી સાથે સાર્વજનિક જીવનમાં જોડાવાની  વડા પ્રધાનની નવી ઇચ્છાને કોઈ કેવી રીતે સમજે? 

એવું લાગે છે કે મોદીની વ્યક્તિગત કીર્તિની ઘેલછાએ જૂની રાજકીય વફાદારી અને વૈચારિક બંધન ઉપર હાવી થઈ રહી છે. જોકે આરએસએસની ગાંધી ના મુદ્દે ગહન અસમંજસ યથાવત છે અને સોશ્યલ માધ્યમો ઉપર મોદી ભક્તોના ગાંધી હુમલાઓ જગ-જાહેર છે.

પરંતુ દેશી ભાષામાં કહીયે તો મોદી પોતે જાણે છે કે વિશ્વમાં હજુ પણ ગાંધી-બ્રાન્ડ સૌથી વધુ દ્રશ્યમાન અને પ્રભાવી છે . આ જ કારણે, પછી તે જાપાન હોય, ચીન હોય, ઇઝરાયલ હોય કે ફ્રાન્સ હોય, અથવા અમેરિકા હોય કે રશિયા હોય કે જર્મની, જો મોદીએ પોતાની ધરખમ છાપ ઊભી કરવી હોય તો તેમણે પાખંડ કે યંત્રવત રીતે પણ ગાંધીની પડખે ઊભા રહવું પડશે. 

વડાપ્રધાન બન્યા પછી સાબરમતી આશ્રમમાં તેમની તમામ દિલચસ્પી છતાં ગાંધી અને મોદી વચ્ચેનું નૈતિક અને વૈચારિક અંતર કાયમ માટે અવિચલ બની રહે છે. એક એવા વડા પ્રધાન કે જેમની પાર્ટી તેના ૩૦૦ જેટલા લોકસભા સાંસદોમાં એક પણ મુસ્લિમની સંખ્યા ટાંકી શકતી નથી, અને જેની સરકાર મુસ્લિમોને કલંકિત કરતા ભેદભાવપૂર્ણ કાયદાઓની શ્રેણી ઊભી કરે છે. તે એક એવી રાજકીય રમત રમે છે જેનો આંતર-ધર્મ સંવાદિતાના પ્રબોધક, ગાંધીએ જીવનભર ધિક્કાર એન વિરોધ કર્યો છે.

જે માણસનો પોતાનો અંગત ઇતિહાસ આવો જબરજસ્ત ખરડાયેલો હોય, જેની સરકાર અર્થશાસ્ત્ર, આરોગ્ય અને અન્ય તમામ ના સંદર્ભમાં આંકડાઓની ગોલમાલ કરવાં ઉસ્તાદ હોય, તે  ગાંધી જેવા "સત્યમેવ જયતે" (સત્ય જ પ્રબળ બનશે) ની વિચારધારા વાળા વ્યક્તિથી માઈલો દૂર જ રેહવાનો.  હકીકતમાં, એક લેખક તરીકેની મારી જાણ મુજબ આ શાસનનું જૂઠ અને પાખંડની સર્વવ્યાપક્તા, એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર "અસત્યમેવ જયતે" -જૂઠાણાં દ્વારા આપણે વિજય મેળવીશું-હોવું જોઈએ.

સત્ય, પારદર્શિતા અને ધાર્મિક બહુલવાદી ગાંધી હતા. કપટ, ગુપ્તતા અને બહુમતીવાદી – તે મોદી છે. તો પછી મોદી કઈ રીતે ગાંધી સાથે કોઈ નિકટતાનો દાવો કરી શકે? તર્ક અને નૈતિકતા સૂચવે છે કે તે ન કરી શકે, પરંતુ સત્તા અને મહત્વાકાંક્ષી જનાદેશ મુજબ આવું કરવું અનિવાર્ય છે. તેથી જ, ગાંધીના નામ સાથે જોડાઈને મોદીના કાળા રેકોર્ડને વ્હાઇટવોશ કરવાના તાજેતરના અને સૌથી ભયંકર પ્રયાસમાં, હવે આપણે મહાત્મા માટે "વિશ્વસ્તરીય સ્મારક" બનાવવાના બહાને સાબરમતી આશ્રમને ધરમૂળથી પરીવર્તન કરતો ભવ્ય ભંડોળ વાળો અને  રાજ્ય નિર્દેશિત પ્રોજેક્ટ રજૂ કર્યો છે.

મોહક ચારિત્ર્ય

મારું જીવન મારો સંદેશ છે, ગાંધીએ કહ્યું હતું. મોદીથી વિપરીત, ગાંધીને પોતાના નામના સ્ટેડિયમની જરૂર ન હતી. ઉપરાંત, ભૂતકાળના શાસકોની છબીને નાબૂદ કરી સ્વયંને અધિરોહિત કરવા માટે અને ઇતિહાસમાં પોતાના નામને સ્થાન અપાવવા ફરીથી ડિઝાઇન કરવામાં આવેલી રાજધાનીઓની જરૂર પણ ન હતી. જે સાબરમતી આશ્રમ આજે ઊભો છે તે ગાંધી જે વિચાર માટે ઊભા હતા તેને માટે સંપૂર્ણપણે પૂરતું સ્મારક છે. ગાંધીના સમયથી હજી પણ અસ્તિત્વમાં રહેલી મોહક નીચી ઇમારતો, વૃક્ષો અને પક્ષીઓ, અંદરનો ખુલાસો, રક્ષકોનો અભાવ  અથવા પ્રવેશ ફી, ખાખીમાં રાઇફલ કે લાઠીધરી પોલીસકર્મીઓની ગેરહાજરી, નદીનો નજારો - આ બધા  એક વિશેષ, આવકારદાયક ચારિત્ર્યની જે ઝલક આપે છે, તે આજે ભારતના ઘણા અન્ય સ્મારક અથવા સંગ્રહાલયમાં દેખાતા નથી. 

ગાંધીજીએ સ્થાપેલા, બે દક્ષિણ આફ્રિકામાં અને ત્રણ ભારતમાં, કુલ પાંચ આશ્રમો પૈકી સાબરમતી નિઃશંકપણે સૌથી નોંધપાત્ર આશ્રમ છે. ભારત અને વિશ્વભરમાંથી લાખો લોકોએ વર્ષોથી આ આશ્રમની મુલાકાત લીધી છે. ઐતિહાસિક જોડાણ ઉપરાંત પણ જે તે સ્થળનું આસપાસનું સૌંદર્ય અને સરળતા મુલાકાતીઓને પ્રભાવિત કરતું હોય છે.

જ્યારે સૌંદર્યસભર ક્રૂરતા અને સ્મારકવાદની પૂજા માટે જાણીતું શાસન સાબરમતી આશ્રમના સંદર્ભમાં "વિશ્વસ્તરીય" શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે તે વાત મણકા ધ્રુજાવી નાખે છે. વળી, વધુ પજવે એવી વાત છે કે આશ્રમના "અપગ્રેડેશન" માટે પસંદ કરવાંમાં આવેલ ઓજાર તરીકે આર્કિટેક્ટ બિમલ પટેલ છે. પટેલનું કામ કઈ ખાસ નથી. તેમની ઠંડી, કોંક્રિટની રચનાઓ સાબરમતી અને સેવાગ્રામમાં ગાંધીના આશ્રમોમાંના ઘરો અને રહેઠાણોથી ખૂબ જ અલગ છે.

બિમલ પટેલ દેખીતી રીતે એકમાત્ર આર્કિટેક્ટ છે જેને વડા પ્રધાન ઓળખતા હોય એવું લાગે છે. દિલ્હી, વારાણસી અને અમદાવાદમાં અન્ય સરકારી પ્રોજેક્ટ્સની જેમ અહીં પણ પટેલને લગભગ સ્વયંભૂ રીતે સાબરમતી આશ્રમનું નવનિર્માણ સોંપવામાં આવ્યું છે. મોદીએ આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે ગુજરાતના કેટલાક વ્યક્તિગત વિશ્વાસુ સનદી અધિકારીઓને પણ નિયુક્ત કર્યા છે. "પુનર્વિકાસ" માટેની યોજનાનો મુસદ્દો, સંરક્ષણ અને વારસાના જાણકાર આર્કિટેક્ટના કોઈ મત વિના અને ગાંધીવાદીઓ અથવા વિદ્વાનોની સલાહ લીધા વિના  મોદીના આંતરિક વર્તુળ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આશ્રમના ટ્રસ્ટીઓને પણ યોજના અને તેની સામગ્રી વિશે સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યા હતા.

સાબરમતી માટેની મોદી યોજના ભાઈ-ભત્રીજાવાદ અને ગુપ્તતામા ડૂબેલી છે. તે અગાઉના 1960ના દાયકામાં બનેલા (પ્રશંસનીય અને સાધારણ) હસ્તક્ષેપથી વિપરીત છે. જ્યારે તત્કાલીન ટ્રસ્ટીઓ નક્કી કરી ગયા કે આશ્રમને એક નાના સંગ્રહાલયની જરૂર છે, ત્યારે તેઓએ સાથી ગુજરાતી નહીં પરંતુ બોમ્બેના ચાર્લ્સ કોરિયાને પસંદ કર્યા. આર્કિટેક્ટ એક અલગ ધર્મના અને ભારતના એક અલગ ભાગના હોય તે નિર્ણય ગાંધીના પોતાના સંકુચિતતા રહિત સ્વભાવને કેન્દ્રમાં રાખીને હતી. આ ઉપરાંત, તેઓ એક આર્કિટેક્ટ હતા, જેમના કામની વ્યાપક પ્રશંસા કરવામાં આવતી હતી. માનવીય સ્તરે બાંધવામાં આવેલું, ચોતરફ તત્વો અને વૃક્ષો માટે વિશાળ કોરિડોર સાથે ખુલ્લું, ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું સંગ્રહાલય ગાંધીના પોતાના સમયની રચનાઓ સાથે એકદમ સુંદર રીતે ભળી જાય છે.

એક અમદાવાદી સાથીદાર મજાક કરે છે કે સદ્ભાગ્યે આપણી પાસે ક્યારેય વન નેશન, વન પાર્ટી ન હોઈ શકે, પરંતુ આપણે વન નેશન, વન આર્કિટેક્ટની દિશામાં આગળ વધી રહ્યા છીએ.  હવે, જો કોઈ  એક જ અરબપતિ પુરુષ કે સ્ત્રી પોતાના સમુદ્ર તટ ઉપરના મકાન, પોતાના વતનના મકાન, પોતાના પર્વત ઉપરના મકાન, અને પોતાના રણના મકાનને ડીઝાઈન કરવા માંગતા હોય, અને તેમા પણ આ તમામ ખર્ચ પોતાની વ્યક્તિગત સંપતિ દ્વારા કરવાનો હોય, તો કોઈને નૈતિક આપત્તિ ના હોઈ શકે. પરંતુ જો કોઈ એક આર્કિટેક્ટને કરદાતાના પૈસાથી ચૂકવવામાં આવતા તમામ પ્રતિષ્ઠિત રાજ્ય પ્રોજેક્ટ્સ એનાયત કરવામાં આવે તો તે ખરેખર એક સમસ્યા છે.

માત્ર સત્તાવાદી સત્તાઓમાં જ નિશ્ચિત આર્કિટેક્ટ ચોક્કસ નેતાઓની 'પર્સનાલિટી કલ્ટ' સાથે જોડાયેલા છે. એક જ વ્યક્તિને પ્રાચીન મંદિર, શહેર, આધુનિક રાજધાની અને ગાંધીના આશ્રમની પુનઃડિઝાઇન કરવા માટે અનન્ય રીતે લાયક ગણવો એ વાત મોદી શાસનના ભાઈ-ભત્રીજાવાદ ઉપર ટિપ્પણી છે. ભારતીય સ્થાપત્યકળા અને ભારત પોતે વધુ સારી વસ્તુઓના હકદાર છે.

વધુ સારા કે નિડર સમાજમાં મોદી અને તેમના સાથીઓ તોડફોડ કરી ને છટકી શકે નહીં. દુઃખની વાત એ છે કે આજે સાબરમતી આશ્રમ ચલાવતો ટ્રસ્ટ એવા પુરુષો અને સ્ત્રીઓનો બનેલો છે જે બધા ગુજરાતમાં રહે છે, અને આ રીતે બદલો લેવાની વૃતિ માટે જાણીતી સરકાર દ્વારા તેઓ અથવા તેમના પરિવારો ભોગ બનશે, તેવા ડરથી આ લોકો વિદ્રોહ કરી શકતા નથી. તેથી મોદી અને તેમના સાથીદારો દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ આગળ વધશે. સર્વસામાન્ય રીતે મનુષ્ય સ્વભાવ આત્મ-કેન્દ્રી વસ્તુઓથી પર રહી શકે નહીં. મહાત્મા માટે ના  પ્રેમ અથવા આદરથી નહીં, પરંતુ તેમની પોતાની છબીને ચમકાવવા અને તેમના ભૂતકાળને નવા અક્ષરોમાં કંડારવા મોદી સાબરમતીનો "પુનર્વિકાસ" કરી રહ્યા છે.

નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈ ચાલી રહેલા બગાડની વ્યાપક ટીકા કરવામાં આવી છે. જો કે નૈતિક દૃષ્ટિકોણથી સાબરમતી આશ્રમનો સૂચિત બગાડ વધુ ચિંતાજનક છે. એક ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે, રાજધાનીમા  જાહેર જમીન ઉપર ગમે તેટલા કદરૂપા અને ખર્ચાળ માળખાઓ ઉભા કરવામાં મોદીની થોડી ઈમાનદારી છે. સાબરમતીનો કિસ્સો બિલકુલ જુદો છે.

સાબરમતી આશ્રમ અને ગાંધી અમદાવાદના નથી, ગુજરાતના નથી, ભારતના પણ નથી, પરંતુ દરેક જન્મા કે અજન્મા મનુષ્યના છે. એક રાજકારણી કે જેનું આખું જીવનકાર્ય ગાંધીનું વિરોધી રહ્યું છે, અને એક આર્કિટેક્ટ કે જેની મુખ્ય લાયકાત તે રાજકારણી સાથેની નિકટતા છે, તેઓને મહાત્મા સાથે સંકળાયેલા તમામ સ્થળોમા સૌથી પવિત્ર સ્થાનમા ગળબળ કરવાનો કોઈ અધિકાર નથી.

(Note: This article is translated from the article written by Ramchandra Guha, titled as "Ramachandra Guha: How Modi is trying to use Gandhi’s name to whitewash his dark record"  published on the Scroll.in website. The content being translated is subject to mistakes.)


2 comments:

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...