શરીરની પાચન-પ્રક્રીયાને ઋુતુ સાથે સીઘો સંબંઘ છે. તેમાં પણ ઋુતુચક્ર પરીવર્તન સમયે પાચન શક્તિ નાજુક બની જાય છે. તો આવો જાણીએ વર્ષાઋુતુમાં શું ખાવું અને શું અવોઈડ કરવું.
વરસાદનાં એક બે ઝાપટાં પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય અને મનપસંદ નેટફ્લિક્સનો પ્રોગ્રામ ચાલતો હોય અને ઓચિંતી વચ્ચે જાહેરાત આવે કે 'ભજીયાં તમારાં હાથે મળી જાય તો ઓર મજાં આવે' આ જોઈને તમને પણ અજાગ્રત મનમાં કંઈક તીખું તળેલું ઝાપટવાંની ઈચ્છા થાય તે સ્વભાવિક છે.
જ્યારે એકાદ વખતે પકોડા-ભજીયાં જેવા તળેલા પદાર્થોનું ખોરાકમાં સામેલ થવું સંપૂર્ણપણે ઠીક છે, પરંતુ આ સિઝનમા આવા તૈલી આહાર અપચો, ઝાડા અને અન્ય સમસ્યાઓ આમંત્રણ આપી શકે છે. ઉપરાંત, તમે એક વખત જે તેલમાં તળેલું છે તેનો ફરીથી ઉપયોગ ન કરો કારણ કે તે ઝેરી હોઈ શકે છે.
સામાન્ય રીતે ઘોયાં વગર શાકભાજી અને દરિયાઈ ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે, 2015માં એપ્લાઇડ અને એન્વાયર્નમેન્ટલ માઇક્રોબાયોલોજીના એક સહિત ઘણા અભ્યાસોએ બતાવ્યું છે કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ રહે છે - આ બધાને ચોમાસામાં ઉગાડવા માટે સૌથી વધુ અનુકૂળ વાતાવરણ મળે છે. આ શાકભાજીને સારી રીતે ધોવું અને તેને ઉચ્ચ તાપ પર રાંધવું ખૂબ મહત્વપૂર્ણ છે.
સી-ફૂડની વાત કરીએ તો મોટા ભાગે પાણી-જન્ય રોગ ચોમાસામા થતાં હોય છે. વળી માછલી સહિત આ જીવોનુ બ્રિડિંગ આ સિઝનમાં થતુ હોવાથી નૈતિકતાંના આઘારે પણ આ ફૂડનો ત્યાગ કરવો જોઈએ.
તો પ્રશ્ન થાય કે ખાવાનુ શું?
પ્રવાહી: પુષ્કળ સલામત, પીવાલાયક પાણી પીવું, ગરમ તાજા તૈયાર કઢો, ઉકાળો અને સૂપનું સેવન મહત્વપૂર્ણ છે. આ તમામ રિહાઇડ્રેટિંગ પીણાં તમારી રોગપ્રતિકારક શક્તિ માટે બૂસ્ટ તરીકે કામ કરે છે.
ફળો: નાસપતિ, જાંબુ, પ્લમ, ચેરી, લીચી, પીચ અને દાડમ જેવા મોસમી ફળો ફાઇબર, વિટામિન 'એ' અને 'સી' અને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો માટે વધુ ખાવા જોઈએ.
મસાલા: તમારા આહારમાં હળદર અને આદુ જેવા મસાલાનો સમાવેશ કરો કારણ કે તેમાં એન્ટિસેપ્ટિક, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ગુણધર્મો છે. આ હવામાનમાં બની શકે તો ફક્ત ઘરે રાંધેલો ખોરાક લેવાનુ પસંદ કરો.
ઘ્યાન રાખો આહારમાં લાપરવાહી લાવી શકે બીમારી. માટે, સંતુલિત આહાર લો અને સ્વસ્થ રહો.
No comments:
Post a Comment