Wednesday, July 14, 2021

ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે 15 જુલાઈ થી શાળાઓ ચાલુ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 15 જુલાઈ, ગુરુવારથી શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જાણકારી 14 જુલાઈના મોડી રાતના પરિપત્ર શિક્ષણ વિભાગે આપી છે.

આ પરિપત્ર મુજબ 50 % સંખ્યાઓ સાથે તમામ શાળાઓમાં ધોરણ 12ના વર્ગો ચાલુ કરવામાં આવશે. આ માટે દરેક વાલીએ ફરજિયાત સંમતી-પત્રક આપવાનું રહેશે. 

વધુ માહિતી અનુસાર, એક પછી એક દિવસના અંતરે ધોરણ 12ના વિધાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓની બેસવાની જગ્યા વચ્ચે પર્યાપ્ત અંતર રાખવું, વિદ્યાર્થીઓએ સહિત અન્ય તમામ કર્મચારીઓએ માસ્ક પહેરવું તથા નિયમિત અંતરે વર્ગખંડને સેનિટાઇજ કરવું વગેર બાબતો નું પાલન કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાળાઓને લઈ 5 જુલાઈના ઠરાવમાં નિર્ણય કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 9 જુલાઈ ના રોજ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. વળી આ પરિપત્રમાં કોલેજ અભ્યાસક્રમોને લઈ કોઈ સ્પસ્ટતા કરવામાં આવી નથી.

આ અગાઉ પણ એવું અનુમાન હતું કે રથયાત્રા બાદ શાળા-કોલેજો ચાલુ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓમાં મૂંઝવણ

જોકે ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ શાળાઓ ખોલવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે રીતે રાજ્ય માં કોરોના કેસ ઝડપથી ઘટવા છતાં પણ કટકે કટકે શાળાઓ ખોલવાનો સરકારે નિર્ણય લીધો છે તેને લઈ વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા છે. વળી ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પ ખુલ્લા હોવાને કારણે પોતે શું કરવું તેની પણ મૂંઝવણ છે. ખાસ કરીને, છાત્રાલયમાં નિવાસ કરતાં વિદ્યાર્થીઓમાં એ ભય છે કે થોડો સમય શાળા-કોલેજો ખોલીને તેમની ફી ઉઘરવી લેવામાં આવશે અને પછી ફરી પાછા તેઓએ અનિશ્ચિત મુદ્દત સુધી ઘરે પરત ફરવાનું તો નહીં થાય ને!

વાલીઓની મૂંઝવણ 

વાલીઓની સૌથી મોટો પ્રશ્ન ફી ના મુદ્દે રહ્યો છે. કેમ કે છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક કરી ઓનલાઈન-ઓફલાઈન થઈ રહ્યું છે, પરંતુ વાલીઓને પોતાના બાળકોની ફીસ માં કોઈ વિશેષ મુક્તિ મળી નથી. તદુપરાંત, પોતાના બાળકોની કોરોનાને લઈ તમામ જવાબદારી વાલીના શિર ઉપર છે. જે માટે તેઓએ સંમતિ પત્રક આપવું પણ અનિવાર્ય છે.

ત્રીજી લહેર અને બાળકો 

ઇંડિયન મેડિકલ અસોસીએસન દ્વારા તાજેતરમાં જ ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર અને જનતા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં ચૂક કરશે તો ત્રીજી લહેર આવવી નિશ્ચિત છે. વળી, રસીકરણની પ્રક્રિયામાં હજી 18 વર્ષથી નીચેની ઉમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 

શાળા સંચાલકોની અને શિક્ષકોની સમસ્યા 

શાળા સંચાલકો અને બાળકોના વાલીના ફી મુદ્દાને લઈ ઘર્ષણના સમાચાર અવરનાર સાંભળવા મળતા હોય છે, પરંતુ તાત્કાલિક ધોરણે વાલીઓને તેમના બાળકોને શાળાએ મોકલવા કનવીન્સ કરવાનું અઘરું કામ છે. ખાસ કરીને શહેરની શાળાઓમાં સ્પેસની સમસ્યાઓ વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવું એ તેમના માથે કપરી જવાબદારી છે.

શિક્ષકોની ઘણા લાંબા સમયથી એ માંગ છે કે ગમે તે એક ચાલુ રાખો. ઓનલાઈન અથવા ઓફલાઇન. પરંતુ શિક્ષણ વિભાગ તેમની સમસ્યા તરફ ધ્યાન આપવાના મૂડમાં હોય તેમ લાગતું નથી. આ વખત ને નિર્ણયમાં પણ ઓનલાઈન અને ઓફલાઇન શિક્ષણ કાર્ય ને સામંતરે ચાલુ રખવાનું કહેવામાં આવ્યું છે. શિક્ષકો માટે એક જ લેસનને બંને રીતે ભણવવાનું કાર્ય ડબલ મજૂરી થઈ જાય છે. અને તેમ છતાં ધાર્યું પરિણામ તો મળતું જ નથી.



No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...