ઓડિશા: બારગઢના ગૌરેનમુંડા ગામમાં લગભગ 60 દલિત પરિવારોનો સવર્ણ સમાજ દ્વારા બહિષ્કાર કરવાનો કેસ સામે આવ્યો છે. પીડિતો આ કેસમાં એક મહિનાથી વધુ સમયથી પોલીસ પાસેથી મદદ માંગી રહ્યા છે પરંતુ કોઈ સુનાવણી હાથ ધરવામાં આવી નથી. શુક્રવારથી દલિત પરિવારો ગાસિલેટ પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેઠા છે. તેમણે એસડીપીઓને તાત્કાલિક મદદ માટે એક આવેદનપત્ર સોંપ્યું છે.
બેઠકમાં દલિત પરિવારોને અપમાનિત કરવામાં આવ્યા
વિસ્તારથી જાણવા મળતી માહિત મુજબ, દલિત સાહી વિસ્તારના લક્ષ્મણ છટીરા અને ગડી સુના વચ્ચે વિવાદ થયો હતો. છતિરાના પુત્રને ૬ જૂને સાયકલ ચલાવતી વખતે ગડી સુનાની પુત્રીએ ટક્કર મારી હતી. જે ઘટના બાદ બંને સમુદાયોમાં મારપીટ થયી ગયી હતી. આ જ વિવાદને કારણે કુમ્પટિયા સાહુના ઘરની સામે ગ્રામસભા બોલાવવામાં આવી હતી પરંતુ છતિરા એ આ બેઠકમાં હાજર આપી ન હતી. આ પછી ૯ જૂને ગામમાં બીજી બેઠક મળી હતી જેમાં છતિરા હજાર રહ્યા હતા।
આરોપ છે કે, બેઠકમાં સવર્ણોએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને દલિતોનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું અને બધાને ગામની બહાર હાંકી કાઢવાની ધમકી આપી હતી. બેઠક બાદ અનુસૂચિત જાતિના પરિવારોએ આરોપ લગાવ્યો હતો કે તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા છે. તેમને ગામમાં સ્નાન ઘાટ, નળીના કૂવા અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરતા અટકાવવામાં આવ્યા છે.
વહીવટીતંત્ર દલિતોની વાત સાંભળતું નથી
દલિત ફેડરેશનના પ્રમુખ નારાયણ ભેસરાએ જણાવ્યું હતું કે, દલિત પરિવારોએ ઘણી વાર જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો છે પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. આ કારણે, તેમને વિરોધ કરવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે, કે ઓડિશામાં નજીવી બાબતોને લઈને દલિતોનો સામુહિત બહિસ્કાર એ સામાન્ય બાબત બની ગયી છે. ગયા વર્ષે, ઓગસ્ટ ૨૦૨૦માં પણ ઓડીસાના ધેંકનાલ જીલ્લામાં એક આવો જ બનાવ બનેલો જેનમાં એક ૧૫ વર્ષની માસૂમ દલિત છોકરીના એક ફૂલ તોડવાને લઈ સમગ્ર ૪૦ દલિત પરિવારોનો ગ્રામ બહિસ્કાર કરવામાં આવ્યો હતો.
સામાજિક બહિસ્કાર અને કાયદો
મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઓફ પીપલ ફ્રોમ સોશિયલ બોયકોટ (પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) એક્ટ, 2016 એ દેશમાં સામાજિક બહિસ્કારની સામે લેવામાં એક સચોટ પગલું છે. આ નવો કાયદો જાતિ, સમુદાય, ધર્મ, ધાર્મિક વિધિઓ અથવા રિવાજોના નામે ખપ પંચાયત દ્વારા કરવામાં આવતા સામાજિક બહિષ્કાર સામે રક્ષણ આપે છે. હવે જોવાનું એ રહ્યું કે દેશના અન્ય રાજ્યો ક્યારે આ પ્રકારના નક્કર પગલાં લેશે.
No comments:
Post a Comment