31, માર્ચ, 2021ની iOs 14.5 બેટા અપડેટ મુજબ એપ્પલ હવેથી ઓપરેટિંગ સિસ્ટમમાં ફક્ત સ્ત્રી અવાજ ની જગ્યાએ બે પુરુષ અને બે સ્ત્રી અવાજમાં થી એક પસંદ કરવાની સુવિધા આપશે. અગાઉ એપપ્લ બ્રાંડમાં ફક્ત અમેરિકન સ્ત્રી વોઇસ ડિફોલ્ટ તરીકે કાર્ય કરતું હતું.
સિરી એ ગૂગલ જેવી જ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેનો ફક્ત એપલ ટેકનોલોજીમાં કરવામાં આવે છે. અગાઉ સિરી વોઇસ સિસ્ટમને લઈ એપ્પલ કંપનીની ઘણી ટીકા કરવામાં આવી છે. કેમ કે મીડિયા અને સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલા ઘણા લોકોનું માનવું છે કે વોઇસ આસિસ્ટન્ટ તરીકે ફક્ત સ્ત્રીનો જ અવાજને સમાજમાં સ્ત્રીઓના સ્ટીરિયો-ટીપીકલ રોલને પ્રોત્સાહન આપે છે.
ડિજિટલ સમાજશાસ્ત્રીઓ યોલાન્ડે સ્ટ્રેંગર્સ અને જેની કેનેડી દલીલ કરે છે કે સિરી સહિત એમેઝોન એલેક્સા અને ગૂગલ હોમ જેવા અન્ય વોઇસ આસિસ્ટન્ટ્સ પરંપરાગત "ગૃહિણીકાર્ય' - ઘરેલું ફરજો જે પરંપરાગત રીતે (માનવ) પત્નીઓ પર પડી છે, તેના માટે વિકસવામાં આવ્યા છે.
મૂળભૂત રીતે, એપ્પલમાં સિરી વોઇસનો ઉપયોગ હવામાન ચેકિંગ અને અલાર્મ જેવી કમાન્ડ આપવા માટે વિકસાવવામાં આવ્યો હતો. પરંતુ આ સાથે સિરીના દ્વિઅર્થી વ્યંગ પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને યૂ ટ્યુબ ઉપર "Things You Should Never Ask Siri" ટાઇટલ હેઠળ સિરી અને સેક્સુયલ દ્વિઅર્થી વિશે વિડીયો જોવા મળે છે.
No comments:
Post a Comment