ડીએવીપી-એક ટૂંકો ઇતિહાસ
ડિરેક્ટોરેટ ઓફ એડવર્ટાઇઝિંગ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી (ડીએવીપી) ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે બહુ-મીડિયા જાહેરાત અને પ્રચાર હાથ ધરનાર નોડલ એજન્સી છે.આ ઉપરાંત કેટલીક સ્વાયત્ત સંસ્થાઓ અને તેમની જાહેરાતોને લગતું
કામ ડીએવીપી કરે છે. એક સેવા એજન્સી તરીકે, તે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો વતી પાયાના સ્તરે સંચાર કરવાનો પ્રયાસ કરે છે.
ડીએવીપીનું ઐતિહાસિક મૂળ બીજા વિશ્વયુદ્ધના સમયમાં શોધી શકાય છે. બીજા વિશ્વયુદ્ધના આરંભ પછી તરત જ ભારતની તે સમયની સરકારે ચીફ પ્રેસ એડવાઇઝરની નિમણૂક કરી હતી. બીજી અન્ય બાબતો ઉપરાંત જાહેરાતની જવાબદારી મુખ્ય પ્રેસ સલાહકારની હતી. મુખ્ય પ્રેસ સલાહકાર હેઠળ જૂન ૧૯૪૧ માં જાહેરાત સલાહકાર (Advertising Consultant)નું એક પદ તૈયાર કરવામાં આવ્યું હતું. આ રીતે ડીએવીપી ની શરૂઆત થયી હતી.
માર્ચ 1, 1942ના રોજ એડવર્ટાઇઝિંગ કન્સલ્ટન્ટ ઓફિસ માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત શાખા(Publicity Wing) બની. તેના કાર્યક્ષેત્ર, કાર્યો અને પ્રવૃત્તિઓમાં વિસ્તરણ બાદ, આ જાહેરાત એકમને(Publicity wing) 1 ઓક્ટોબર, 1955ના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક સંલગ્ન ઓફિસ જાહેર કરવામાં આવી હતી. અને આ રીતે આ ઓફિસનું નામ ડિરેક્ટોરેટ ઓફ એડવર્ટાઇઝિંગ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી (ડીએવીપી) રાખવાંમાં આવ્યું.
ડીએવીપીને 4 એપ્રિલ, 1959ના રોજ વિભાગના વડા તરીકે જાહેર કરવામા આવી. આ ઘોષણાના આધારે ડીએવીપીને નાણાકીય અને વહીવટી સત્તાઓ સોંપવામાં આવી હતી.
ડીએવીપીની ભૂમિકા:
ડીએવીપી વિભાગ વર્ષોથી સામાજિક પરિવર્તન અને આર્થિક વિકાસના ઉત્પ્રેરક તરીકે કામ કરી રહ્યું છે. તે સામાજિક-આર્થિક વિષયો પર જનતામાં જાગૃતિ લાવવામાં, વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી અને ગરીબી અને સામાજિક દુષ્ટતાઓને નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ડીએવીપીના નીચે મુજબના કાર્યો:
1. કેન્દ્ર સરકાર માટે મલ્ટી મીડિયા એડવર્ટાઇઝિંગ એજન્સીના કાર્યો કરવા.
2. કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગોની મીડિયા ઇનપુટ્સના ઉત્પાદન તેમજ સંદેશાઓ/માહિતીના પ્રસાર સહિત તેમની પ્રચાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે સેવા એજન્સી તરીકે કામ કરવું
3. કેન્દ્ર સરકારના વિભાગોને સંદેશાવ્યવહાર વ્યૂહરચના/મીડિયા યોજનાઓ ઘડવામાં મદદ કરવી અને બહુ-મીડિયા(multimedia) સહાય પૂરી પાડીને તેને પાયાના સ્તરે અમલમાં મૂકવામાં મદદ કરવી.
ડીએવીપી દ્વારા ઉપયોગમાં લેવાતી સંદેશાવ્યવહારની ચેનલો છે:
- જાહેરાતો - પ્રેસ જાહેરાતો જાહેર કરવી
- પ્રદર્શનો - પ્રદર્શનો મૂકવા
- આઉટડોર પબ્લિસિટી - હોર્ડિંગ્સ, કિઓસ્ક, બસ પેનલ્સ, વોલ પેઇન્ટિંગ્સ, સિનેમા સ્લાઇડ્સ, બેનર્સ વગેરેનું પ્રદર્શન.
- છાપેલી પ્રસિદ્ધિ - પુસ્તિકાઓ, ફોલ્ડરો, પોસ્ટરો, પત્રિકાઓ, કેલેન્ડરો, ડાયરીઓ વગેરે.
- ઓડિયો અને વિઝ્યુઅલ પબ્લિસિટી - સ્પોટ્સ/ક્વિકીઝ, જિંગલ્સ, પ્રાયોજિત કાર્યક્રમો, ટૂંકી ફિલ્મો વગેરે.
- પ્રચાર સામગ્રીનું મેઈલિંગ - પ્રચાર સામગ્રીનું વિતરણ
- બલ્ક એસએમએસ વેબસાઇટ અને અન્ય ઉભરતા મીડિયા મારફતે ડિજિટલ મીડિયા પ્રચાર.
મુખ્ય મથક પર ડીએવીપીનું મુખ્ય સેટ-અપ:
1. પ્રચાર પાંખ (Campaign wing) - પ્રચાર અભિયાનોનું સંકલન કરવા માટે
2. એડવર્ટાઇઝિંગ વિંગ - પ્રેસ જાહેરાત જાહેર કરવા માટે
3. આઉટડોર પબ્લિસિટી વિંગ - આઉટડોર પબ્લિસિટી મટિરિયલના પ્રદર્શન માટે
4. પબ્લિસિટી વિંગ - પબ્લિસિટી મટિરિયલના પ્રિન્ટિંગ માટે
5. એક્ઝિબિશન વિંગ - પ્રદર્શનો મૂકવા માટે
6. માસ મેઇલિંગ વિંગ - પ્રચાર સામગ્રીના વિતરણ માટે
7. ઓડિયો-વિઝ્યુઅલ સેલ - ઓડિયો/વિડિઓ કાર્યક્રમોના નિર્માણ માટે
8. ડીટીપી સુવિધા સાથેનો સ્ટુડિયો - ડિઝાઇનિંગ માટે
9. નકલ પાંખ (Copy wing) - નકલ બનાવવા માટે
10. સંકલન સેલ (Coordination cell) - પીક્યુ, વીઆઈપી રેફ.,
પાર્લ.સમિતિઓના સંકલન માટે
11. ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ સેન્ટર - બિલોની પ્રક્રિયા માટે.
12. એકાઉન્ટ્સ વિંગ
13. એડમિનિસ્ટ્રેશન વિંગ
ડીએવીપી પાસે દેશભરમાં ફેલાયેલી ઓફિસોનું નેટવર્ક છે:-
- બેંગ્લોર અને ગુવાહાટી ખાતે બે પ્રાદેશિક કચેરીઓ આ ક્ષેત્રમાં ડિરેક્ટોરેટની પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે
- કલકત્તા અને ચેન્નાઈ ખાતે બે પ્રાદેશિક વિતરણ કેન્દ્રો અનુક્રમે પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં પ્રચાર સામગ્રીના વિતરણની દેખરેખ રાખે છે.
- 35 ફિલ્ડ એક્ઝિબિશન યુનિટ્સ જેમાં સાત મોબાઇલ એક્ઝિબિશન વાન, સાત ફેમિલી વેલફેર યુનિટ્સ અને 21 જનરલ ફિલ્ડ એક્ઝિબિશન યુનિટનો સમાવેશ થાય છે.
- ચેન્નાઈ ખાતે પ્રાદેશિક પ્રદર્શન વર્કશોપ અને
- ગુવાહાટી ખાતે પ્રદર્શન કિટ પ્રોડક્શન સેન્ટર, પ્રદર્શન વિભાગને પ્રદર્શનની ડિઝાઇન અને પ્રદર્શનો નિર્માણ કરવામાં સહાય કરે છે.
ડીએવીપી દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ વિષયોમાં નીચેનો સમાવેશ થાય છે:-
1. આરોગ્ય અને પરિવાર કલ્યાણ
2. ડ્રગનો દુરુપયોગ અને પ્રતિબંધ
3. મહિલાઓ અને બાળ વિકાસ
4. યુવતીઓનો ઉત્કર્ષ
5. શિક્ષણ
6. પુખ્તવય માટે શિક્ષણ (Adult Education)
7. બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો
8. મહિલા સમૃદ્ધિ યોજના
9. રાષ્ટ્રીય એકીકરણ અને સાંપ્રદાયિક સંવાદિતા
10. દહેજ,
સ્ત્રી બાળહત્યા, બાળ મજૂરી, ભીખ વગેરે સામે જનમત ઊભો કરવાનો.
11. રક્તદાન
12. એઇડ્સ જાગૃતિ
13. ગ્રાહક સુરક્ષા
14. પીવાનું સલામત પાણી
15. વિકલાંગોનું કલ્યાણ
16. પાણીજન્ય રોગો
17. હસ્તકલા
18. સમાજ કલ્યાણ કાર્યક્રમો
19. કૃષિ
20. ખોરાક અને પોષણ
21. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમો
22. ટ્રાયસેમ
23. આઈઆરડીપી (IRDP)
24. ડીડબ્લ્યુસીઆરએ (DWCRA)
25. રોજગાર ખાતરી યોજના
26. જવાહર રોજગાર યોજના
27. પંચાયતી રાજ અને
28. ભારતની આઝાદીના 50 વર્ષની યાદગીરી
No comments:
Post a Comment