Saturday, September 28, 2019

હેલ્મેટ

જરાક જ રઈ જ્યો ને સિગનલ લાલ થઇ જ્યું. મણ એક નો નેહાકો નાંખી બાઇક બંદ કર્યું. ત્યાં તો  હળવેક થી બાજુમાં મસ્ત સ્કુટી બ્યુટી લઈને આવી. મેં માથું ફેરવ્યાં વગર જ હેલમેટમાંથી રાંટી નજર નાખી. બ્યુટી તો ખરેખર નશીલી હતી જ; પણ એના ખુલ્લાં બાલ તો જાણે કોબ્રાની કાળી ડીબાંગ ફોણ. મેં તરત જ સિગનલ સામે જોયું. હાશ! હજી તો ૩૦ સેકંડ ની વાર છે.
      આ વખતે તો નજર નાખું એ પેલા તો એના મોઢા થી ય  મેઠો અવાજ કાને પડ્યો. 'હેલ્મેટ ક્યાંથી લાવ્યા? બહું સરસ છે.' એનાં મેઠા બોલ એમ થોડા કંઈ ટેકાના ભાવે જાય? '
કંઈ નઈ, લે હેલ્મેટ લેતી જા, અને હું પોતે જ ત્યાં રોડની બાજુમાં હેલ્મેટ વેચું છું.' એ કાંઈ બોલે એ પેલા તો એનાં મોં પર સ્માઇલ ને સામે ગ્રીન સિગનલ થઈ ગયું.

3 comments:

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...