Saturday, September 14, 2019

નવકારનો ઉપકાર

ભાદરવાનુ મોસમ એટલે રોગચાંળાની ભરમાર. હવાની અદંર માં અશક્તિ સર્વ વ્યાપક બની જાય છે. આમ તો પ્રાણીઓમાં વ્રત કરવાનો કોઈ રિવાજ નથી છતાં ઘણીવાર તેઓને પણ માં અશક્તિનો પ્રસાદ આકસ્મિક રીતે મળી જાય છે અને તરત જ આ અબોલ પશુઓનુ વર્તન બદલી જાય છે. જોકે આ પરખવાની માનવીય લાગણી આપણામાં હોવી ઘટે. 

          ગુજરાત  વિદ્યાપીઠ અમદાવાદ અનુસ્નાતક છાત્રાલયમાંં પણ કંઈક આવું જ સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૯ની રાત્રે બન્યુ. ભોજન માટે સીડીથી નીચે ઉતરતાં દરવાજાની બાજુના ખાનામા લપાઈને સુતેલા શ્વાન પર પી.એચ.ડી ના વિદ્યાર્થી મેરુભાઈની નજર પડી. તેઓ ચુપચાપ રીતે નીકળી ગયા અને પરત ફરતી વખતે તેમણે પોતાના ભાગનુ દૂધ તે સૂતેલા શ્વાન ની આગળ ધર્યુ પણ એક બીમાર માણસની જેમ જ શ્વાને આ દૂઘ પીઘુ નહી. શનિવારે બપોરે પણ આ શ્વાન ત્યાં જ હતો. જેથી મેં ઇન્ટરનેટનો ઉપયોગ કરી પશુચિકિત્સા માટે કાર્યરત સંસ્થા શ્રી નવકાર એનિમલ સારવાર કેન્દ્રમાં ફોન કરી મદદ માંગી. 
          શ્રી નવકાર એનિમલ સારવાર કેન્દ્રની ત્રણ સભ્યોની ટીમ મારુતિ એમ્બ્યુલન્સ સાથે બપોરે ૧ વાગ્યે ગુજરાત વિદ્યાપઠની અનુસ્નાતક છાત્રાલયમાં આવી પહોંચી. તેમને ખુબજ સહકાર સાથે મારી સાથે વાતચીત કરી અને શ્વાનની સારવાર યોગ્ય રીતે કરી. ત્રણ ઇંજેક્શન શ્વાન ને આપ્યા અને દવા પણ આપી. નવાઈની વાત એ છે કે આ તમામ કાર્ય તદ્દન ફ્રી હતું. શ્રી નવકાર એનિમલ સારવાર કેન્દ્ર નો હું ગુજરાત વિદ્યાપીઠ તરફથી ખરા દિલથી આભાર માનું છું. ગાંધીજી એ પણ કહ્યું છે કે જો તમારી આજુબાજુમાં કોઈ પ્રાણી બીમાર થાય તો તેની સારવાર કરવાની જવાબદારી આપણી છે. આમ જીવસેવા એજ પ્રભુસેવા ની ભાવના આ ઉમદા કાર્યથી ચરિતાર્થ થયી.


1 comment:

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...