Saturday, September 14, 2019

રાંભોટીયુ

આ રાંભોટીયાને જોતા કોઈ સંત મહાત્માને પણ જેલસી થાય. એવુ લાગે કે કળીયુગમાં નિંદ્રાસનનુ વરદાન તેણે માણસો પાસેથી છીનવી લીધુ છે.
વળી ઉંઘની આ ઉંઘી સવારીને લાયસન્સ કે પી.યુ.સી ની પીંજણ નથી. આ રાંભોટીયાનુ નિંદ્રાનગર ગુજરાત વિદ્યાપીઠનો મેઈન ગેટ છે. તમે ગેટ પર આવો તો આ રાંભોટિયું તમારી સામેય નઈ જોવે. એ ચાપલૂસી અને ક્રોધ જેવા દુર્ગુણોથી મુક્ત થઇ ગયું છે. વળી એને નીચે બેસવાની ટેવ જ નથી. એ તો ઓટલા ઉપર કે કોક ના બાઇક પર નિરાતે બેસે અને બાઈકના માલિકો પણ પોતાની જાતને આ ઇન્દ્રજીત યોગીની સવારીથી ધન્ય માને છે. 
ક્યારેક પ્રશ્ન થાય કે શું વિદ્યાપીઠ ખાતે મહામંથન કરવાની જવાબદારી આ રાંભોટીયાની હશે?

1 comment:

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...