જન્મદિવસના રોજ એક સમજુ વ્યક્તિ જીવનમાં કંઇક નવું કાર્ય કરવાની સંકલ્પના સાથે ઉજવણી કરે છે. આ નવું કાર્ય વ્યક્તિ વિકાસ, કુટુંબ સુમેળ કે સમાજ હિત પૈકીનું કંઈ પણ હોઈ શકે. જન્મદિવસની ઉજવણી આટલા વરસોથી તમારો ભાર સહન કરી રહેલી પૃથ્વી માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અનેરો મોકો બની શકે. પણ કહે છે ને કે માણસો એ જ્યારથી વૃક્ષોની ડાળીઓ છોડી ને નીચે રેહવાનુ પસંદ કર્યું ત્યારથી આ બધી સમસ્યાઓ સર્જાઈ છે. ખબર નઈ આ જન્મદિવસની ઉજવણી એ કેક બગાડવાનો રિવાજ કયા મફતિયા એ શરુ કર્યો હશે? આજકાલ મફતિયા મનોરંજનથી માનસિક શાંતિ મેળવવાની સ્પર્ધા જામી છે. આ મફત મનોરંજન મંડળીનું સભ્યપદ બઉ સસ્તું છે. ફક્ત તમારા જન્મદિવસે જ તમારે પૈસા ઢીલા કરવા પડે. આ સભામાં જઈ ને વાનરો જેવી હરકત કરવાથી તમને બીજી પાર્ટીના પાસ તરત મળી જાય. અમુક તો એવા પણ હોય છે જે આખું વરસ આવી મફતની મહેફિલ માં જ કારકિર્દી બનાવતા હોય છે.
મહાત્મા ગાંધીજી એ કરકસરયુક્ત જીવન જીવવાના આગ્રહી હતા અને પૃથ્વી ઉપર ના તમામ ને જરૂર પૂરતું મળી રહે એ હેતુ થી તેમને આ પ્રકારના વિચાર ને સમાજ માં સ્થાપિત કરવાનો પ્રયાસ કરેલો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો ઉદ્દેશ્ય આ પ્રકારના વિચારને સમાજના છેવાડાના માણસ સુધી લઇ જવા માટે કાર્ય કરવાનો હતો.
No comments:
Post a Comment