ગાંધીજી એ કહેલું કે આપણી આજુબાજુના તમામ પશુ, પંખીઓને સાચવવાની જવાબદારી આપણી છે. જવાબદારીની વાત તો જવા દો પણ આપણને આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જીવન જીવતાં પણ નથી આવડતુ જેનો પુરાવો આ તસવીર છે.
આ તસવીરમાં કંઈ નવું નથી અને આ તસવીર લેવાનો હેતુ લાઈક મેળવવાનો પણ નથી. આ છે નરી વાસ્તવિકતા જે સમજાય તો દુઃખ આપે એવી છે.
આ વાત છે અમદવાદ જિલ્લાના વિરમગામ શહેરની છે જેની ગંદકી જગ પ્રસિદ્ધ છે. આમ તો વિરમગામ નો ઇતિહાસ ગૌરવંતો છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાવેલ મુંનસર તળાવ તેનો પુરાવો છે. પણ આજે આ તળાવ દયનીય હાલતમાં છે.
અહીં ગટર વ્યવસ્થાની શોધ થવાની હજુ વાર છે એટલે ચારે બાજુ ખુલ્લાં નાળા માં ખદબદતા પ્લાસ્ટિક સહજ છે. અને આખા શહેરમાં સૈાથી ખરાબ હાલત કચરા પેટીની છે. જેના લીધે કચરા પેટીની જગ્યાએ ઉકરડો થઈ જાય છે.
નગરજનો તો આ બધાથી ટેવાઈ જાય છે કેમ કે આપ ભલા તો સબ ભલા. અહી તો સવાર સવાર માં ભજન સંભળાય કે મારું વૃંદાવન નિરાળું.
આ પાછલા ચોમાસામાં જ સમાચાર આવેલા કે વિરમગામના પાંજરાપોળમાં વરસાદના પાણીના દલ દલ માં ફસાઈ ને આશરે ૨૦ જેટલી ગાયો ના મૃત્યુ થયેલા.
વિરમગામમાં પશુપાલન નો વ્યવસાય બહુ વિકસિત નથી પણ રોડ ઉપર મોટા પ્રમાણ માં રઝડતા ઢોર જોવા મળશે. સ્વાભાવિક છે કે તેમના માલિકો પોતાનો સ્વાર્થ પૂરો કરી ને આ મૂંગા પશુઓને રઝડતાં કરી દે છે અને આ મુંગુ જાનવર કચરો ખાવા અને ગંદુ પાણી પીવા મજબૂર થાય છે.
આ ફક્ત ગાયની વાત બિલકુલ નથી. આપણે ગાયના નામે ખોટો ઉહાપો બિલકુલ નથી કરવો. પણ આ પ્રશ્ન છે વિરમગામ ના તમામ અબોલ પશુ પંખીઓનો. જો સમ્માન માં સૈાથી અગ્રીમ પશુની હાલત જ આવી ચિક્કાર હોય તો અન્ય નું તો પૂછવું જ શું?
તો એક વાત તો ચોક્કસ છે કે ગાંધીને ગાળો ભાંડી ને કે ગૌરક્ષા ને ફક્ત માર મારવા પૂરતી સીમિત રાખીને આ પ્રશ્ન હલ નહિ આવે. વ્યવસ્થા, વ્યક્તિ અને નવો વિચાર આ ત્રણેયના સંગમ થી જ આપણે આ સમસ્યાનો ઉકેલ લાવી શકીશું.
Jay ho.....bilkul sachi vat.
ReplyDeleteRight..
ReplyDelete