ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ઓક્ટોબર ૧૨, ૨૦૧૯ સવારે ૯ વાગ્યે અહિંસા ભવનમાં ભારતિય ભાષા સંસ્કૃતિ સંસ્થાન દ્વારા ભાષા અભીમુખતા કાર્યક્રમ યોજાયો. ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ માં ભાષાઓ શીખવવાનું કાર્ય કરે છે. જેમાં ભારતીય અને વિદેશી બંને પ્રકારની ભાષાઓ શીખવામાં આવે છે. વિદેશી ભાષામાં સ્પેનિશ, ફ્રેન્ચ, પરશિયન, અરબી, જર્મન વગેરે સમાવેશ થાય છે. સ્વદેશી ભાષાઓમાં હિંદી, ગુજરાતી, સંસ્કૃત, ઉર્દૂ, પંજાબી વગેરે ભાષાઓને આવરી લેવામાં આવી છે. આમ ભારતિય ભાષા સંસ્કૃતિ સંસ્થાન, ગુજરાત વિદ્યાપીઠમાં ઘણા વરસોથી ભાષાઓની સેવામાં કાર્યનીષ્ઠ છે.
ભાષા શીખવા માટે અહી બોલવા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ પ્રસંગે સંસ્કૃતના અધ્યાપક, મિહિરભાઈ એ જણાવ્યું કે સંસ્કૃતમાં ભાષાની વ્યાખ્યા છે 'જે બોલાતી હોય તેને ભાષા',અને તેથી જ તો ભારતીય ભાષા ભવનમાં 'ડાયરેક્ટ' મેથડથી ભાષાઓ શીખવવામાં આવે છે.
અંજના બેન આ ભાષા સંસ્થાનમાં હિંદી અને અંગ્રેજી શીખવે છે. તેમણે ભાષા શીખવા માટે જે તે ભાષાની સંસ્કૃતિ ને સમજવા પર ભાર મૂક્યો.સલમાબેન અહી પર્શિયન, અરબી અને ઉર્દૂ ભાષા શીખવાડે છે. ગાંધીજી ને યાદ કરતાં તેમને કહ્યું કે ભાષા શીખવા માટે જસ્બાતની જરૂર છે.
No comments:
Post a Comment