Thursday, October 31, 2019

Flying Moon

Flying out in the seashore night
I have reeled out at the moon.
No wave challenged
No crab to grab.
Fish did jump to splash
The sprinkled beams
The uneyed sea too claims.
It is no dream distant
No reality at hand.
Feel it oh little fish
Thousands brooks of joy
Descend down to my heart.





Wednesday, October 30, 2019

Happy New year



The sky was clean; on both sides of the road the land looked  laden with neatly knotted sheaves waiting to be loaded in trolleys for storage. Only a few farmers had finished this work so their farms were open for cattle. The road ran along the small rivulet which was still cherishing water of last rain. There was a smell of reinvigorated babuls, bordis, unwanted grass giving confidence of definite welfare. Driving along this serene road bikers felt enthralled of stable greenery.

"Yar, whatever progress our industrial sectors may have achieved but in the absence of prosperous farming our country can not stand, right?"
"Absolutely. These rife sheaves are guarantee of handsome amount of money, each sheaf will go for ten rupees, ten thousand sheaves and lac rupees income!"
"Wish, we had only a farm of 5 vigha, life would be more sustainable; I would just lie in there with my khatla."

Maanav and Dharam were lifetime friends. Each were capable of lending up to some thousands rupees to each other if there be need. None had farms yet they had established themselves in a way that nobody would deny them money in time of need. Maanav was good at study and Dharam was working in a garage as an accountant. Maanav studied outside of the village so he didn't have much knowledge of farming but he had understood the importance of farming from regular reading of newspapers.

The farmers usually start working in fields after a day or two from the Diwali festivals. Even local market opens only after a certain day from Diwali. So the days after Diwali and New year is the short period of contentment. People go out to meet there relatives, married girls come to parental home in this time. Maternal and paternal cousins are visited with joy. The happy young days are remembered and new promises of next visits are made.

This year had witnessed more rain than past four years. But at least there was enough water for necessary farming. On the next day of the new year some had parted the village and some had arrived to visit it. Children were still enjoying the reserved bundles of firecrackers. It was evening and the wind still invisible suddenly increased it's might. People now began to feel it. Those who were gossiping outside were startled. Someone even said," There was a prediction of possible rain in these days." The children were more joyous and they started shouting and screaming. 'I wish it is only wind.' spoke one of the standing men. He was perhaps a small farmer. But his small wish was not not granted. The rain took over the night without mercy.

The sun reclaimed it's authority as soon as the day began. The birds were chirping again joyously. Those who felt that they made a mistake this year by staying a day more in the village were relieved again with the rising sun. Now they could leave the village without any  difficulty. Some cattle grazers and farmers seemed reflecting on the apparent loss. How could one mourn the loss openly especially when it is not individual but shared by all?



Sunday, October 27, 2019

મેરાયું



Cows of Mandal in Dire State




દિલનું દારૂખાનું

દિલમાં ફૂટે ફટાકડો
સળગાવે જો તું લવિંગ્યું
જોઈ તારી આંખોની ફૂળજળી
મન થઈ જાય ચકરડી ભમરડી
છોડ્યા તેં છમ કરતાં રોકેટ
દૂર ગગનમાં થયો ભડાકો મુજ અગનમાં
પ્રીતની કોઠી ભભૂકી એવી તે સરસર
ઉરના તારા ઉછળ્યા આભને ચૂમવા.


Friday, October 25, 2019

મેં હીજડા... મેં લક્ષ્મી!

ખાસ તો તહેવારોમાં આપણે સજી ધજી ને બહાર જઈ રહ્યા હોય અને જો કોઈ માસીબા સામે આવી જાય તો મુસીબત આવી જાય! તરત જ બે વિચાર આવે, એક તો કેમ કરી ને છટકવું અને બીજું કે હે પ્રભુ ખિસ્સામાં છુટ્ટા હોય તો સારું નઈ તો મોટી નોટ ની આહુતિ.

આ અનુભવ લગભગ સર્વસામાન્ય છે. અહીં મુખ્યત્વે ત્રણ પ્રકારના વ્યવહાર થાય છે. એક આપણે ગભરાઈ જઈએ, ખાસ કરીને બહેનો, અને માસીબા જેટલા પૈસા માંગે તેટલા ભયને લીધે આપી દઈએ. બીજું કે હજુ પણ સમાજમાં માસીબા તરફ આદર હોવાથી જે માંગે તે પ્રેમ થી આપી દેવું. અને ત્રીજું છે કે સામે તકરાર કરવી અને કંઈ જ ના આપવું. આ ત્રીજા વ્યવહારમાં મોટાભાગે બોલચાલ, ગાળા ગાળી અને ક્યારેક મારપીટ પણ થઈ જાય છે. જે બંને પક્ષે દુઃખદ અનુભવ હોય છે પણ આપણને એવું લાગે છે આ લોકો(માસીબા) લોકોને હેરાન, પરેશાન કરે છે.

"મેં હીજડા... મેં લક્ષ્મી" વાંચ્યા પછી આ માનસિકતા બદલી જશે તેની ખાતરી છે. ૧૭૬ પન્ના નું આ આત્મવૃતાંત હીજડા સમાજ વિશે ઊંડી સમજ આપનારું ક્રાંતિકારી પુસ્તક છે. આ પુસ્તકની નાયિકા લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પોતે એક હીજડા છે. પરંતુ તેઓ સમાજ માટે બોજારૂપ નથી અને તેમના અથાગ પ્રયત્ન અને મેહનત થી તેઓ સમાજ અને હીજડા સમુદાય વચ્ચે સુમેળનો સેતુ નિર્માણ કરવાનો અદ્વિતીય પ્રયત્ન કરે છે.

મૂળ તો અંગ્રેજી ભાષામાં લખાયેલી આ આત્મકથાનો ઉત્કૃષ્ટ અનુવાદ હિંદી ભાષામાં થયો છે. આ આત્મકથા હીજડા સમુદાય વિશે ઘણી ગેર માન્યતાઓને દૂર કરે છે. ભારત મૂળભૂત રીતે આધ્યાત્મિક દેશ હોવાથી હીજડા સમુદાયને પ્રત્યે આદર ભાવ તો છે પણ સારા વાંચનના અભાવને લીધે આ ત્રૃતિય વર્ગની ઊંડી સમજથી આપણે વંચિત રહી જઈએ છીએ.

"મેં હીજડા... મેં લક્ષ્મી" થકી લક્ષ્મીનારાયણ ત્રિપાઠી હીજડા  શબ્દથી લઈને તેની સમજ, તેનો અનુભવ, તેના સારા અને નરસા પરિણામો, હીજડા ની સ્વ સાથે અને સમાજ સાથેની ઓળખ જેવા અનેક ગહન મુદ્દાઓનું ચિંતન કરવા મજબૂર કરે છે.

અહીં લિંગ અને લિંગભાવ શબ્દો વિશેનો ભેદ બહુ મહત્વનો થઈ જાય છે. આ પુસ્તક વાંચ્યા પછી જ મને પણ સમજાયું કે હીજડા બનવાનુ કારણ એ ફક્ત સજાતીય આકર્ષણ નથી પરંતુ આ તો વ્યક્તિની અભિવ્યક્તિનો પ્રશ્ન છે. ગર્ભધારણની પ્રક્રિયામાં ક્યારેક ક્ષતિ રહી જાય છે અને બાળકમાં જે તે જાતિ અનુસાર તેના હોર્મોન્સ વત્તા ઓછા થઇ જતાં બાળકનું લિંગ તો તેના શરીર મુજબનું હોય છે પણ લિંગભાવ બદલાઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો શરીર પુરુષનું હોય પણ લીંગભાવ સ્ત્રીનો હોય છે.

આ પુસ્તક સમાજમાં જાતી (જેંડર) ના નામે થઈ રહેલા શોષણ ને સમજવામાં મદદરૂપ બની શકે છે. આત્મકથાની શરૂઆતમાં જ લક્ષ્મી ઉર્ફે રાજુ જણાવે છે કે તેના છોકરી જેવા હાવભાવને કારણે બહુ નાની ઉમરે જ તેનું યોન શોષણ કરવામાં આવે છે. લક્ષ્મી એ પણ જણાવે છે કે હીજડા હોવાને કારણે સમાજના તમામ ક્ષેત્રોમાં ભેદભાવ સહન કરવો પડે છે. કોઈ નોકરીમાં પણ રાખતું નથી અને તેથી જ હીજડા ઓ માટે ભીખ માંગવા કે શરીર વેચવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.

મજાની વાત તો એ પણ છે કે ભારતીય સમાજમાં હીજડા ને લઈને બહુ ચિંતાજનક વિચારધારા પ્રચલન માં છે. એક તો તેને દૈવીય તત્વ સાથે જોડીને હીજડા ની માણસ તરીકે ની ભૂમિકા સમાપ્ત કરી દેવામાં આવે છે. બીજું આ પ્રકારના દેહવ્યાપાર માં ઘણા લોકો ઉપભોગતા બને છે પણ હીજડા ઓને વ્યક્તિ તરીકે ના મૂળભૂત હક આપવા માટે, તેમના પ્રત્યે સમાનતાની દ્રષ્ટિ થી જોવાની કટિબદ્ધતા તેમનામા માં બિલકુલ જોવા મળતી નથી.

આ પુસ્તકના નાયક લક્ષ્મીનારાયણને હીજડા હોવાનુ ગૌરવ છે. તેઓ પોતાની ઓળખ, અધિકાર, ફરજને બખૂબી નિભાવી જાણે છે. પોતે હીજડા બનીને પણ તેમના ઘરની તમામ જરૂરિયતોને પૂરી કરે છે. પોતાનું કુટુંબ અને હીજડા પરિવાર બંને વચ્ચે સંતુલન જાળવી ને તેમના માટે અથાગ યોગદાન આપે છે. તેઓ એક નૃત્ય કલાકાર છે, નૃત્ય શિક્ષક છે, હીજડા માટે કાર્યરત સંસ્થા ' દાઈ ' ના મુખ્ય સચિવ પણ બને છે. આ સાથે તેઓ હીજડા સમુદાય માટે પ્રખર એક્ટિવિસ્ટ છે.

લક્ષ્મીનારાયણ કબૂલે છે કે કેટલીય વાર તેમને પોતાની શિષ્યોને પોલીસના કબજામાંથી છોડાવવા પોતાના હીજડા હોવાનો દુરુપયોગ પણ કરવો પડ્યો છે. પણ આ તેમના માટે પણ કપરું છે. આખરે તો તેઓ પણ માણસ જ છે. વળી હીજડા સમુદાયના પ્રશ્નોને લઇ લક્ષ્મી યુ. એન સુધી પહોંચ્યા છે. આ માટે તેને અનેક વાર વિદેશમાં જવું પડ્યું છે. અને પોતાના ગુરુ લતા સાથે પણ તકરાર કરવી પડી છે.

"મેં હીજડા... મેં લક્ષ્મી!" થકી આપણે સમાજના હાંસિયા ઉપર વસવાટ કરતા તમામ વર્ગોની પીડા ને વધુ સારી રીતે સમજી શકીશું. જ્યાં સુધી આપણે કોઈ પણ સમાજ કે સમુદાયની જીવનશૈલીને ઊંડાણ થી નહિ સમજીએ ત્યાં સુધી આપણું છીછરું જ્ઞાન સમાજ માટે બેજવાબદાર સાબિત થશે. આ પુસ્તક હીજડા બનવાની પ્રક્રિયા માં સમાયેલ શારીરિક થી માંડીને માનસિક, કૌટુંબિક અને સામાજિક દુઃખો ની ગાથા છે.

આ સાથે જ લક્ષ્મીનારાયણ ના પ્રગતિશીલ જીવન થકી સમગ્ર
ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આશાનું કિરણ જ્વલંત છે તેનો પુરાવો છે. લક્ષ્મીનારાયણ સતત તેના સાથીદારો ને સલાહ આપે છે કે સમાજ થી અળગા રહીને હીજડા ઓની સમસ્યા દૂર નહિ થાય. હવે બાકી આપણા ઉપર છે કે આપણે કઈ રીતે આ વર્ગને સમાજમાં સ્વીકૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.



https://www.dawn.com/news/1210459



Thursday, October 24, 2019

આપણને શરમ આવવી જોઈએ





ગાંધીજી એ કહેલું કે આપણી આજુબાજુના તમામ પશુ, પંખીઓને સાચવવાની જવાબદારી આપણી છે. જવાબદારીની વાત તો જવા દો પણ આપણને આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જીવન જીવતાં પણ નથી આવડતુ જેનો પુરાવો આ તસવીર  છે.

આ તસવીરમાં કંઈ નવું નથી અને આ તસવીર લેવાનો હેતુ લાઈક મેળવવાનો પણ નથી. આ છે નરી વાસ્તવિકતા જે સમજાય તો દુઃખ આપે એવી છે.

આ વાત છે અમદવાદ જિલ્લાના વિરમગામ શહેરની છે જેની ગંદકી જગ પ્રસિદ્ધ છે. આમ તો વિરમગામ નો ઇતિહાસ ગૌરવંતો છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાવેલ મુંનસર તળાવ તેનો પુરાવો છે. પણ આજે આ તળાવ દયનીય હાલતમાં છે.

અહીં ગટર વ્યવસ્થાની શોધ થવાની હજુ વાર છે એટલે ચારે બાજુ ખુલ્લાં નાળા માં ખદબદતા પ્લાસ્ટિક સહજ છે. અને આખા શહેરમાં સૈાથી ખરાબ હાલત કચરા પેટીની છે. જેના લીધે કચરા પેટીની જગ્યાએ ઉકરડો થઈ જાય છે.

નગરજનો તો આ બધાથી ટેવાઈ જાય છે કેમ કે આપ ભલા તો સબ ભલા. અહી તો સવાર સવાર માં ભજન સંભળાય કે મારું વૃંદાવન નિરાળું.

આ પાછલા ચોમાસામાં જ સમાચાર આવેલા કે વિરમગામના પાંજરાપોળમાં વરસાદના પાણીના દલ દલ માં ફસાઈ ને આશરે ૨૦ જેટલી ગાયો ના મૃત્યુ થયેલા.

વિરમગામમાં પશુપાલન નો વ્યવસાય બહુ વિકસિત નથી પણ રોડ ઉપર મોટા પ્રમાણ માં રઝડતા ઢોર જોવા મળશે. સ્વાભાવિક છે કે તેમના માલિકો પોતાનો સ્વાર્થ પૂરો કરી ને આ મૂંગા પશુઓને રઝડતાં કરી દે છે અને આ મુંગુ જાનવર કચરો ખાવા અને ગંદુ પાણી પીવા મજબૂર થાય છે.

આ ફક્ત ગાયની વાત બિલકુલ નથી. આપણે ગાયના નામે ખોટો ઉહાપો બિલકુલ નથી કરવો. પણ આ પ્રશ્ન છે વિરમગામ ના તમામ અબોલ પશુ પંખીઓનો. જો સમ્માન માં સૈાથી  અગ્રીમ પશુની હાલત જ  આવી ચિક્કાર હોય તો અન્ય નું તો પૂછવું જ શું?

તો એક વાત તો ચોક્કસ છે કે ગાંધીને ગાળો ભાંડી ને કે ગૌરક્ષા ને ફક્ત માર મારવા પૂરતી સીમિત રાખીને આ પ્રશ્ન હલ નહિ આવે. વ્યવસ્થા, વ્યક્તિ અને નવો વિચાર આ ત્રણેયના સંગમ થી જ આપણે આ સમસ્યાનો ઉકેલ લાવી શકીશું.

Tuesday, October 22, 2019

66th Convocation Seminary in GVP

Gujarat Vidyapith Ahmedabad University, founded by Mahatma Gandhi, celebrated its 66th convocation seminary on October 22, 2019. On this pious occasion the university invited famous entrepreneur and philonthropist Azim Premji as chief guest. Starting from graduates to P.hd holders, total 688 students were conferred the convocation certificates in this seminary.

Speaking on this grand occasion, Azim Premji emphasized the Gandhian principle of trusteeship. Premji said that there is a vast inequality in society which can be cured if all business men understand the nature of wealth and pay back their due as an obligation to society. Premji attributed his philonthropist practice to his mother and Mahatma Gandhi.

The Chancellor Elaben Bhatt drawn up the present day crisis in world. She encouraged students to take initiatives in solving these problems. She said that students should not depend on others to give them jobs but start doing social works from ground level such as villages.

The Seminary was important because Gujarat Vidyapith has entered 100th year of its establishment and the university is also celebrating 150th birth ceremony of Mahatma Gandhi.

66th Convocation Seminary photos






































વિદ્યાપીઠનું પ્રથમ મકાન


Wednesday, October 16, 2019

સફાઈ




ગૂજરાત વિદ્યાપીઠમાં સફાઈ તો સહજ જ છે પણ મહસફાઈ ક્યારેક ક્યારેક આવે. 

Tuesday, October 15, 2019

સ્પેનીશ વ્યંજન

અમુક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના સ્પેનીશ વ્યંજનના ઉચ્ચાર સરખા છે. ચાલો આપણે આ અપવાદ ઉચ્ચાર વાળા વ્યંજનનો અભ્યાસ કરીએ.

1. C  =  'E' અને 'I' પહેલા ઉચ્ચાર 'સ' થાય છે. અન્ય કોઈ પણ શબ્દ            પહેલા 'ક' ઉચ્ચાર થાય છે.
     ઉદાહરણ તરીકે, Cinco=સિન્કો=5, પણ Casa=કાસા=ઘર

2. CH = ચ, જેમ કે Champion વાળો ચ
     ઉદાહરણ તરીકે, Coche=કોચે=ગાડી, Chico=ચિકો=boy અને                  Chica=ચિકા=girl

3. G = 'E' અને 'I' પહેલા ઉચ્ચાર 'ખ' થાય છે. અન્ય કોઈ પણ શબ્દ              પહેલા 'ગ' ઉચ્ચાર થાય છે.
     ઉદાહરણ તરીકે, Argentina=આરખેન્તિના, Angela=આંખેલા 
                         પણ Gato=ગાતો=બિલાડી
    

Monday, October 14, 2019

સ્પેનીશ સ્વર

સ્પેનીશ ભાષાએ વિશ્વમાં અંગ્રેજી પછી બીજા નંબરની સૌથી વધુ બોલવામાં આવતી આંતરરાષ્ટ્રીય ભાષા છે. હાલમાં સ્પેનીશ ભાષા કુલ ૨૩ દેશોમાં બોલાય છે. યુ. એસ માં સ્પેનીશ ભાષા બોલવા વાળો એક બહુ મોટો વર્ગ છે. લેટિન અમેરિકા માં બ્રાઝિલ સિવાયના મોટા ભાગના દેશો માં સ્પેનિશ નું ચલણ છે. આમ તો સ્પેનિશ ભાષા મૂળ તો સ્પેઇન દેશની ભાષા છે પણ સંસ્થાનવાદ ના કારણે સ્પેનીશ ભાષા ઘણા દેશોમાં ફેલાઈ. તો ચાલો આવી મોટા ગજાની ભાષાના સ્વર નો અભ્યાસ કરીએ.
          સ્પેનીશ ભાષામાં પણ અંગ્રેજી ભાષાની જેમ કુલ ૫ સ્વર છે: A E I O U. આપણે તેનો વિગતે અભ્યાસ કરીએ.

અક્ષર          ઉચ્ચાર         ઉદાહરણ
A                   આ           Amigo (આમીગો)= પુરુષ મિત્ર
                                     Amiga (આમીગા)= સ્ત્રી મિત્ર

E                   એ             Siete (સિએતે)= સાત

I                     ઇ              Vivir (વિવીર)= To leave

O                    ઓ            A'rbol (આરબોલ)= વૃક્ષ

U                     ઉ              Uno (ઉનો) = one એક


આમ આપણે જોયું કે સ્પેનિશ ભાષાના સ્વર શીખતી વખતે ખાસ કરીને  ઉચ્ચાર માં કાળજી રાખવાની જરૂર છે.

સપ્તપર્ણી


સપ્તપર્ણી એક પ્રકારનો કપાસનું વૃક્ષ છે. તેના પ્રત્યેક ગુચ્છ માં સાત પર્ણો આવે છે તેથી તેને સપ્તપર્ણી કહેવાય છે. આ વૃક્ષના ફૂલની સુગંધ વાતાવરણમાં પ્રસરે છે અને ત્યાંથી પસાર થનાર તમામને તેનો અહેસાસ થાય છે.

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...