Monday, February 24, 2020

ડિજિટલ જીની

આજ કાલ વોટ્સએપ યુનિવર્સિટી એ દરેક ભોંપુ ને તત્વજ્ઞાનની અનું પારંગત ડિગ્રી આપી દીધી છે. જેનાથી તે સવાર સાંજ આત્મવિજય ફૂંક્યા કરે છે. તો બીજી બાજુ ટિક ટોક માં ભાઈની ભવાઈ અને બેનીની બત્રિશીઓ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ પામ્યાં છે. બાકી રહ્યું ટ્વિટર જેમાં મોટા ભાગે 'મેં આપકે સાથ હું યા સાથ નહીં હું' વડે જવાબ આપવાનો  હોય છે.

આ બેફામ અભિવ્યક્તિઓ એક નવો વાદ ઊભો કર્યો છે. જેનું નામ છે આનંદવાદ. નવ જાગૃતિનો આ ડિજિટલ ઉદય છે જેમાં તથ્યો પ્રકાશની ઝડપે આપણા સંદેશાઓ લાવી રહ્યા છે. આ સંદેશાઓ તથ્યો પર આધારિત હોવા કરતા મનોરંજક હોય છે.

મહાન તત્વચિંતક કાર્લ માર્કસ ફક્ત વૈચારિક આદર્શવાદ ની સખત ટીકા કરે છે. માર્ક્સના જણાવ્યા અનુસાર આપણી આસપાસની ભૌતિક પરિસ્થિતિ આપણા આદર્શોનું નિર્માણ કરે છે. તેથી જ તો માર્કસ કામદારોના હકનો બુલંદ અવાજ ઉઠાવે છે. માર્કસ સમાજને ખોખલા આદર્શવાદ થી સાવધાન રેહવાની સલાહ આપે છે.

ડિજિટલ જીનીએ આપણા માટે હુકમ મેરે આકા કહીએ એક ટચ વડે મજાનો મહેલ ઊભો કર્યો છે જેમાં વાસ્તવિક બાબતોનું કોઈ મહત્વ જડતું નથી.


No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...