Wednesday, February 19, 2020

સોનેરી વર્ષા

ખબર ના હોય તો કહી દઉં, પાનખર પધારી ચૂકી છે. પીળા પીળા પાન ચોતરફ વર્ષી રહ્યા છે. અલબત્ત જ્યાં વાદળ વૃક્ષો હોય ત્યાં.

અમારી ગુજરાત વિદ્યાપીઠ વૃક્ષોના મામલે હજુ પણ સમૃદ્ધ છે. જોકે સવાર સવારમાં ગૃહકાર્ય કરનારાઓને પાંદડાના ઢગલા વાળવાનુ અઘરું તો પડતું જ હશે પણ ૧૧ની ઉપાસનામાં જતી વેળાએ જાણે આ વૃક્ષો અમારા જ માનમાં સોનેરી જાજમ બિછાવી રહ્યા હોય એવું લાગે છે. કુ કુ નો કલરવ કરતાં પંખીઓ એક વાતની પ્રતીતિ કરાવે છે કે હજી પણ મોબાઈલના ગ્લાસ બહાર એક દુનિયા ધમ ધમી રહી છે. તો આજે દુનિયાદારીની ભેટીઓ માર્યા કરતાં એકાદ ખરતાં પાનને તમારા વ્યસ્ત જીવનમાં રૂડો આવકાર આપવાનું ભૂલતા નહિ હો. 

2 comments:

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...