Wednesday, February 19, 2020

સર્વોચ્ચ નિર્ણય

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારને આદેશ આપ્યો છે કે આર્મીના નોનકોમ્બેટ સપોર્ટ યુનિટ્સમાં જો મહિલા અધિકારીઓ તેમના ટૂંકી-સેવા કમિશન પૂર્ણ કર્યા પછી તેની સેવા ચાલુ રાખવા ઇચ્છે તો તેમને પુરૂષ સમકક્ષોની જેમ કાયમી કમિશન આપવામાં આવે.

મહિલા અધિકારીઓને પરફોર્મન્સ ઇન્ડેક્સના આધારે કર્નલની કમાન્ડ પોસ્ટ્સ નહીં આપવાની આર્મી નીતિ મહિલાઓના દરજ્જાને જવાન અથવા જુનિયર કમિશન્ડ અધિકારીની કક્ષાએ ઘટાડી મૂકે છે. સર્વોચ્ચ અદાલતનો મહિલા તરફી આ નિર્ણય આજના સમયમાં ઘણું મહત્વ ધરાવે છે.

આ નિર્ણયથી સ્ત્રીઓમાં આત્મવિશવાસપૂર્વક કર્તવ્ય પાલન કરવાની પ્રેરણા મળશે. બીજું કે ફક્ત નારી તું નારાયણી કહી દેવાથી સ્ત્રીઓના અધિકારોમાં કોઈ માળખાકીય પરિવર્તન શક્ય નથી. વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં બળાત્કારના કિસ્સાઓ એ રાષ્ટ્રીય, આંતરરષ્ટ્રીય સ્તરે ભારતિય સમાજ ની નબળી છાપ ઉભી કરી છે. જેને દૂર કરવામાં આ નિર્ણયથી એક હકારાત્મક સંદેશ આપી શકાય.

બીજું કે છેલ્લા ઘણા સમયથી ભારતીય મહિલાઓ પોતાના બંધારણીય હકો થી જાગૃત બની છે અને તેના રક્ષણ માટે સશક્ત લડત પણ આપી રહી છે. જેમ કે સબરી માલા મહિલા મંદિર પ્રવેશ મુદ્દો અને શાહીન બાગ દિલ્લીનું મહિલા સંચાલિત અસહમતી પ્રદર્શન આગામી દિવસોમાં ભારતીય મહિલા સમાજ માટે પ્રેરણાસ્રોત બની રહેશે તે નિશંક છે. આમ વ્યક્તિગત રીતે મહિલાઓનું જાગૃત થવું અને સર્વોચ્ય ન્યાયાલય દ્વારા મહિલાઓ તરફી નિર્ણય આ તમામ બાબત આગામી સમયમાં મહિલકેન્દ્રી સમાજ ઊભો કરવામાં સહાયક બનશે.


No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...