આજ રોજ ગાંધી નિર્વાણ દિન નિમિ્તે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા વિદ્યાપીઠના કેમ્પસ થી કોચરબ આશ્રમ સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીનું કુતૂહલ હતા ગાંધીજીના હમશકલ જેઓ ગાંધી ડ્રેસ અને ઢબ માં આ રેલીના દેખાવ પૂરતા આગેવાન હતા.
વિસ્તારથી જણાવીએ તો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ નો વહીવટી વિભાગ છેલ્લાં થોડાક સમયથી પોતાના માખણિયા અભિગમને લઈને વિવાદમાં છે જેનો અન્ય એક પુરાવો ગાંધી નિર્વાણ ના દિવસે યોજાયેલી રેલી માં મળ્યો જેમાં એક શકસને આબેહૂબ ગાંધી બનાવીને રજૂ કરવામાં આવ્યા.
ગૂજરાત વિદ્યાપીઠ એ ૧૯૨૦માં સ્વયં મહાત્મા ગાંધીના હસ્તે ચાલુ કરવામાં આવેલી એક એવી સંસ્થા છે જેનો મૂળ ઉદ્દેશ્ય સમાજમાં સુધારણાત્મક પ્રવુતિઓ થકી સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. પરંતુ આજકાલ આ હેતુને એટલો બધો સંકુચિત કરી દેવામાં આવ્યો છે કે ગાંધીજી ના રાજકીય અભિગમ વિશે વાત કરવાનું પણ ટાળવામાં આવે છે. તેથી જ તો દેશના રાજકારણમાં ગાંધીના નામ ના દુરુપયોગને લઈ કોઈ ખેદ પ્રકટ કરવામાં નથી આવતો. અરે તેથીય આગળ કોઈ રાજકીય હોદ્દેદાર દ્વારા ગાંધીનું જાહેર અપમાન કરવામાં આવે તોય આ સંસ્થાના પેટનું પાણી હલતું નથી અને ઉલટાના જે વિદ્યાર્થીઓ આ બાબતે જાહેર અસહમતી પ્રકટ કરે તો તેને વિરોધી તત્વોમાં ખપાવી દેવામાં આવે છે.
ગાંધીજીએ જીવન પર્યંત હિંદુ મુસ્લિમ એકતાની વાત કરી અને આ દૃઢ માન્યતાને કારણે જ તેમનું ખુંન કરવામ આવ્યું. છતાં ગાંધી નિર્વાણ દિવસે યોજાયેલી રેલીમાં અને તે પછીની ૨ કલાકની સભામાં આ બાબતનો કોઈ ઉલ્લેખ ન કરવામાં આવ્યો. એક વાત તો અહી સ્પષ્ટ થાય છે કે આજના કોમવાદના ગંભીર પ્રશ્ન ને લઈ ગાંધીસ્થાપિત સંસ્થા પાસે કોઈ પણ જાત ની આશા રાખવી મૂર્ખાઈ સાબિત થઇ શકે.
No comments:
Post a Comment