લુપ્ત થઈ રહેલી ખોડીબારાની સંસ્કૃતિ!
ખોડીબારું એ ગ્રામીણ જીવનનો એક અગત્ય નું અંગ હતું. પહેલાંના સમયમાં ખેડૂતો પાસે તારની વાડ કરવાના પૈસા હતા નહીં અને તેથી જ ખેતરની ફરતે કુદરતી રીતે કાંટાળા ઝાડ ઉગાડવામાં આવતા જેમ કે બાવળ, થોર, વગેરે. આ વાડ એવી રીતે તૈયાર કરવામાં આવતી કે ગામના પશુઓ અથવા નીલગાય, રોઝ વગેરેને અંદર આવતા અટકાવી શકાય.
ખોડીબારુ એ આ કાંટાની વાડમાં અંદર જવાનો દ્વાર છે. ખાસ કરીને સૂકા બાવળના મજબૂત બે લાકડાને 'વી' આકારમાં જમીનની અંદર ખોપવામાં આવે છે. ખોડીબારાની ખાસિયત છે કે તેમાંથી ફક્ત માણસ જ પસાર થઇ શકે છે.
This comment has been removed by the author.
ReplyDeleteસંસ્કૃતિને શબ્દોમાં કંડારી લોકોની તે પ્રત્યે જાગૃતિ લાવવાનું
ReplyDeleteઉમદા કાર્ય કરવા બદલ તમને ધન્યવાદ👏
Are vah...have Aa khodibaru bhut kal bani gayu 6.....
ReplyDelete