Monday, May 31, 2021

Indian Laborers in US- A translation work

યુ.એસ. અને ભારતના સંગઠનોની ન્યૂ જર્સીના બાંધકામ શ્રમિકો માટે ન્યાયની માંગ

બ્રિક્લેયર્સ આંતરરાષ્ટ્રીય સંગઠન અને સહાયક શિલ્પકામદાર અને ન્યુ જર્સી જિલ્લા વહીવટી પરિષદ (BAC), અને ભારતના રાજસ્થાન રાજ્યના 3000 થી વધુ નકશીકામ કરનારાઓનું પ્રતિનિધિત્વ કરતું પથ્થર ઘડાઈ મજદૂર સુરક્ષા સંઘ (PGMS), એ મૂળભૂત સિદ્ધાંતની તરફેણ કરે છે કે અમે ચણતર અને નકશીકામ કરનારાઓ સહિત તમામ કામદારો - અમે ક્યાં કામ કરીયે છીએ, ક્યાંથી આવ્યા છીએ, અથવા કોના માટે કામ કરીયે છીએ- વગેરેની  દરકાર ન કરતાં, અમને કામ માટે સુરક્ષિત કાર્યસ્થળ, યોગ્ય વેતન, અને અધિકારો અને ગૌરવ માટે સમર્થન કરીયે છીએ. ન્યુ જર્સી, રોબિન્સવિલેના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના એક વિશાળ મંદિર સંકુલના બાંધકામ સમયે તેઓને સહન કરવા પડેલા અતિશય દુર્વ્યવહારની રજૂઆત કરનારા ભારતના 200થી વધુ નીડર ચણતર શ્રમિકોના પક્ષે અમે સંપૂર્ણ સમર્થન સાથે ઊભા છીએ. તેઓની લડાઈ અમારી લડાઈ છે. આ કામદારોને અલગ, ભયભીત, અસુરક્ષિત, અને વાસ્તવિક રીતે વળતર રહિત રાખવાની કામના રાખનારા પરિબળોનો અમે સામૂહિક રીતે સામનો કરીશું.

 છ મહિના પહેલા PGMSSને આપવામાં આવેલા પ્રત્યક્ષ સાક્ષીના અહેવાલો અનુસાર, મોહનલાલ નામ શ્રમિકનું બીમારીના કારણે ન્યુ જર્સીમાં કાર્યસ્થળે મૃત્યુ થયું હતું. છ મહિના પહેલા PGMSSને આપવામાં આવેલા પ્રત્યક્ષ સાક્ષીના અહેવાલો અનુસાર, મોહનલાલ નામ શ્રમિકનું બીમારીના કારણે ન્યુ જર્સીમાં કાર્યસ્થળે મૃત્યુ થયું હતું. ક્ષ વિરોધ કરનારા નેતાઓની બહાલી કરી તેઓને બળજબરીથી ભારત પરત મોકલવામાં આવ્યા હતા. શ્રમિકોએ તેમના મૂળભૂત અધિકાર માટે કરેલા સાહસનું સન્માન,અને પરિણામ સ્વરૂપ સહન કરેલી નજરકેદ અને પ્રતિશોધનો પ્રતિકાર કરવામાં અમે તેમને સહકાર આપીએ છીએ.

 શ્રમિકોએ તેમની કાનૂની ફરિયાદમાં વેતનમાં આશ્ચર્યજનક સ્તરે કરવામાં આવતી ગપલબાજી, છેતરપિંડી અને એમ્પ્લોયર દ્વારા કરવામાં આવતા દબાણનો આક્ષેપ કર્યો છે. એમ્પ્લોયરે શ્રમિકો અને સરકાર સામે જુઠ ચલાવ્યું કે તેઓ ધાર્મિક સ્વયંસેવક હતા અને તેમણે પોતાના કૌશલ્યનાં બદલામાં કોઈ વળતરની અપેક્ષા કે આગ્રહ નથી. એવો દાવો પ્રથમ નજરે જ વાહિયાત માલૂમ થાય છે કે 160 એકર જમીન પર પથરાયેલ આ ભગીરથ વિકાસ પ્રોજેકટ પૂર્ણ કરતાં વર્ષો લાગશે અને ઓછામાં ઓછી 5 ઇમારતો સ્વયંસેવકો દ્વારા બાંધવામાં આવશે. શ્રમિકોએ પોતાની પ્રતિક્રિયા દ્વારા આવા નિર્લજ્જ દાવા અને પ્રોજેકટ સ્થળ પર સહન કરવી ગંભીર પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોર્યું છે. ન્યાય માટેની આ લડાઈમાં અમે ગર્વથી શ્રમિકોની પડખે ઊભા છીએ.  જ્યારે અમે સેંકડો કુશળ શ્રમિકોને એવું કેહતા સાંભળીએ છીએ કે તેઓને કેદી બનાવવાં આવી રહ્યા છે અને સુરક્ષા કે આરામ વિના એક મહિના સુધી કામ કરવા મજબૂર કરવાં આવી રહ્યા છે, તે પણ એક કલાકના એક ડોલરના વેતન પર, તો પછી અમે આ સિવાય બીજું કઈં ના કરી શકીએ.   

 મોટા પથ્થરોની કાપણી અને ફીટીંગ માટે જરૂરી કૌશલ્ય, અને આ કારીગરોનું કાર્યસ્થળ પર રહેલું જોખમ, BAC આ બંને તફાવતને સમજ છે. આપણે બિલ્ડીંગ ટ્રેડ્સમાં આપણાં ભાગીદારો સાથે કાર્ય-સ્થળ માપદંડોના મુદ્દે ઘણા સમયથી લડત ચલાવી છે. અમારા ઉદ્દેશમાં  ઉચિત શ્રમ માટે ઉચિત વળતર’, સુરક્ષા માપદંડો અને નિયમો માટે સંઘીય સુરક્ષા નિયમો, બાંધકામ સ્થળોએ સિલિકા એકસ્પોજરની ઘાતક અસરોને ઘટાડવાંમાં મદદ, અને બાંધકામ શ્રમિકોની દિવસના અંતે સુરક્ષિત ઘરે પરત આવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ન્યુ જર્સી અને સમગ્ર ઉત્તર અમેરિકના ચણતરકામ શ્રમિકો માટે આ માપદંડોને લાગુ કરવા BAC દ્વારા ઉત્તર અમેરિકના સૌથી જૂના મજદૂર સંગઠન તરીકે રીતસર પેઢીઓ સુધી લડત ચલાવવામાં આવી છે. જે પ્રકારે આરોપ મૂકવામાં આવ્યો છે તેનાથી ફલિત થાય છે કે આ પ્રોજેકટની શરતોના કારણે લગભગ દરેક રોજગાર અવધિ અને ચણતરકામ માટે આપણાં યુનિયન દ્વારા મંજૂર કરાવેલ શરત ઉપર જોખમ આવ્યું છે. હકીકતમાં આ પ્રચંડ પ્રોજેક્ટની શરતો ફક્ત તેના કાર્યક્ષેત્ર ઉપરના અસંખ્ય ચણતરકામ શ્રમિકો સુધી સીમિત ના રહેતાં, આવી રીતે અસુરક્ષિત થતાં ઘણા અન્ય શિલ્પ શ્રમિકોને શોષણ અને ભયજનક સ્થિતિમાં મૂકવાનું કામ કરે છે. જો આ રીતે આ પ્રોજેક્ટને અનિયંત્રિત ચાલુ રેહવા દેવામાં આવે તો, ન્યૂ જર્સીના તમામ બાંધકામ શ્રમિકો માટેના ક્ષેત્ર-માપદંડોને નબળા પડશે, અને તેની સમગ્ર ઉત્તર અમેરિકામાં અને રાજ્યના સમગ્ર ઉદ્યોગ પર શરમજનક છાપ ઊભી થશે.

 આ શ્રમિકોનું રક્ષણ કરવા, હડપી લેવામાં આવેલા  આવેલા વેતનની ભરપાઈ કરાવવા અને કાર્યક્ષેત્ર ઉપર સંબધિત તમામ મજૂરી ધોરણોને લાગુ કરવા અમે તમામ સ્તરે સરકારી એજન્સીઓને અરજ કરીયે છીએ. અમે સ્ટેટ ડિપાર્ટમેંટ/USCIS પાસે રિલીજ્યસ વર્કર વિઝા પ્રોગ્રામ અંતર્ગત શ્રમિકોને થતાં શોષણ અને અનુચિત વર્ગીકર્ણને અટકાવવાની માંગણી કરીએ છીએ. અમે ડિપાર્ટમેંટ ઓફ લેબર અને OSHA ને દેશના મૂળનીવાશી કે બહારથી આવેલા દરેકના રક્ષણ માટે, દેશમાં પ્રવર્તમાન તમામ જોબસાઇટ ઉપરના ધોરણો અને સુરક્ષા નિયમો અને મજૂરી તથા નક્કી કરાયેલા વેતનને કડકાઇથી લાગુ કરાવવાનું યાદ અપાવીએ છીએ. અંતમાં અમે સેનેટ ને PRO Act પસાર કરવાનું કહીયે છીએ. આમ, જે શ્રમિકો ઘૃણાસ્પ્દ અને અપમાનજનક કૃત્યો સામેના વિરોધમાં નીડરતાથી ઊભા છે, તેમની પાસે જાહેર જનતાની નજરથી છાનાં આવા કૃત્યો, અમાનવીય એમ્પ્લોયર્સની ધમકીઓ અને વેર-વૃતિ સામે મહત્વપૂર્ણ શિક્ષાત્મક જોગવાઈ હશે.

 PGMSS એક સહાયક મજૂર સંગઠન છે.  ભારતમાં મંદિરો માટે અનિવાર્ય પથ્થરકામના  સૌથી અગ્રિમ કેન્દ્ર,  રાજસ્થાનમાં રહેલા નકશીકામ કારીગરો માટે PGMSS પ્રતિનિધિત્વ કરે છે. રાજસ્થાનના BAPS નિયંત્રિત કારખાનાઓમાં નકશીકામ કારીગરોની મોટી સંખ્યા PGMSSમાં સદસ્ય તરીકે અને નેતૃત્વની ભૂમિકામાં કાર્યરત છે. BAPS દ્વારા અપનાવેલી બેજવાબદાર ઉત્પાદન પદ્ધતિઓથી સ્થાનિક સમુદાયોને મોટા પાયે માનવીય અને પર્યાવરણીય નુકશાન થયું છે. આ બાબતે PGMSS સાક્ષી છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ઝડપથી વિસ્તારતા અક્ષરધામ નેટવર્કને વેગ આપવા BAPS દ્વારા કામદારોને ઝડપી પણ અસુરક્ષિત ઉત્પાદન પ્રક્રિયાઓ અપનાવવાનું દબાણ કરવામાં આવ્યું અને તેના પરિણામે સેંકડો શ્રમિકોને સિલિકોસિસનો ચેપનો લાગ્યો છે. આ મુદ્દો ઉપાડવા સંગઠને જબરજસ્ત લડાઈ આપી છે. BAPSની સપ્લાય ચેઈનને કારણે મોટા પાયે પથ્થર શ્રમિકોના મૃત્યુ તથા બીમારીઓને ઉજાગર કરવા ઉપરાંત એમ્પ્લોયર દ્વારા કરાયેલ મૂળભૂત કાનૂની ધોરણોના વ્યાપક ઉલંઘ્નનો મુદ્દો PGMS દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

 હજારો પથ્થર કામદારોને તેમના કાનૂની અધિકારોનો ઉપયોગ કરવા અને BAPS દ્વારા તેમના ભવિષ્ય અને જીવન ઉપર કરવામાં આવતા પ્રાણઘાતક હમલાઓનો સામનો કરવા માટે જરુરી રાહત અપાવવા PGMSS મદદ કરી રહ્યું છે. યુએસમાં તેના નિર્માણ સ્થળો પર એમ્પ્લોયર દ્વારા પથ્થર ફીટીંગ માટે લાવવામાં આવેલા પથ્થરકામ શ્રમિકો એક જ સમાજમાથી અને મોટા ભાગે એક પરિવારોના હોય છે. ભારતમાં દલિત, આદિવાસી, અને અન્ય લઘુમતી સમુદાયો તરીકે PGMS તેઓનું પ્રતિનિધ્વ કરે છે. આ સમુદાયો યુએસમાં તથા પોતાના વતનમાં ગરીબી અને ઉચ્ચ-સ્તરીય રોજગાર ભેદભાવનો અનુભવ કરતા હોય છે. ભારતમાં BAPS નિયંત્રિત કારખાનાઓમાં તૈયાર કરવામાં આવેલા પત્થરના લેખોને યુએસમાં BAPS નિર્માણ સ્થળો ઉપર મોકલવાં આવે છે. જ્યાં ભારતીય કામદારો સાથે મળી આ લેખોને ફિટ અને અંતિમ સ્પર્શ આપવાનું કામ કરે છે. આ શ્રમિકોની એક વાર્તામાં બે સમાપનનો સમાવેશ થાય છે અને એક જ પ્રકારના મુદ્દાઓ હોય છે. જેમકે કાર્ય-સ્થળ સુરક્ષાનો અભાવ, શ્રમની ચોરી, રોજગારના કાનૂની નિયમોનું ઉલંઘન અને એમ્પ્લોયર દ્વારા કરવામાં આવતા પ્રણાલીગત શોષણ સામે પ્રતિકાર. BAPS દ્વારા તમામ સ્તરો પર થતાં શ્રમિકો-શોષણના મુદ્દે PGMSS નાખુશ છે. પર્યાવરણ અને જનહિતને ધ્યાનમાં રાખીને પથ્થરકામનું સમપોષિત સંવર્ધન કરવા અને અક્ષરધામ નેટવર્ક નિર્માણને નૈતિક મૂલ્યોને આધીન સુનિશ્ચિત કરવાના હેતુથી PGMSS સરકારને સમર્થન કરવાનું આહ્વાન કરે છે.

 એક અવાજે, BAC અને PGMSS, બન્ને દેશોના શ્રમિક-અધિકારોનું સમર્થન કરે છે. જેથી તેઓ પોતાના વાણી અને વર્તન દ્વારા સંઘબળનો ઉપયોગ કરે અને શ્રમના પૂર્ણ ફાયદાઓને સાકાર કરી શકે. એક ની હાનિ એ તમામ માટે નુકશાન છે.

 

 

 

 

 

 

No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...