અમદાવાદના ઈન્કટેકસ ઓફિસ પાસે આવેલી શ્રી મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિધાપીઠ દ્વારા વિદ્યાર્થીઓની ફી ભરવામાં કોઈ મુશ્કેલી ના થાય અને કોઈ ક્ષુદ્ર ચૂક ના કારણે ફી ના ભરવાનો જઘન્ય અપરાધને અટકાવવા, વહીવટી વિભાગ દ્વારા વિદ્યાપીઠની અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈન ફી પેમેન્ટ નો ઓપ્શન ચાલુ રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
આ વિશે આનંદની લાગણી વ્યક્ત કરતા ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ સંસ્થાની આ જોગવાઈથી ધન્ય થઈ ગયા છે, હવે તેઓને કોરોના સામેની લડાઇમાં આત્મબળ મળી ગયું છે. કેટલાક તો 'કીપ ડિસ્ટન્સ' ના મહાન સિદ્ધાંત ને સાકાર કરતાં જોઈ રહ્યા છે.
જોકે અમુક સદાબહાર ના ખુ શો વેબસાઈટમાં સ્ટુડન્ટ્સ ગ્રિવાન્સનો ઓપ્શન ખુલી ના રહ્યો હોવાની તદ્દન સમાન્ય બાબત તરફ ધ્યાન દોરવાનું ચૂક્યા નહી, પણ તેઓએ ખાતરી આપી છે કે આ સમસ્યા ને લઈ તેઓ ઓનલાઈન આંદોલન કરવાના મૂડમાં નથી.
આ બાબતે સંસ્થાના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કોરોના ની આ સંકટ ની પરિસ્થિતિ માં સંસ્થાએ વિદ્યાર્થીઓની નાના માં નાની સમસ્યાઓ માટે પણ સંવેદનશીલ છે, અને સ્ટુડન્ટ્સ ગ્રિવાન્સ ના ઓનલાઈન ઓપ્શન મુદ્દે તેઓ ચોક્કસ થી આવતી ટ્રસ્ટી મંડળ બેઠકમાં બુલંદ અવાજ ઉઠાવવાનો ઈરાદો રાખે છે. વધુમાં તેઓ એ સમસ્ત વિદ્યાર્થીગણ ને સંસ્થાના વહીવટદારો માં શ્રદ્ધા રાખવાનો અલખ સંદેશ આપ્યો છે.
No comments:
Post a Comment