Tuesday, July 13, 2021

નવી સંસદીય કેબિનેટ સમિતિઓમાં નવા ચેહરાઓનો દબદબો

નવી દિલ્લી: સંસદમાં ચોમાસા સત્રના આગમન પેહલા સરકારે ઘણી કેબિનેટ સમિતિઓની પુન: રચના કરી છે. મળતા એહવાલ મુજબ, કેન્દ્રિય મંત્રી વિરેન્દ્ર કુમાર, કિરણ રિજ્જુ, અનુરાગ ઠાકુર સંસદીય કાર્યોની મંત્રી મંડળ સમિતિના નવા સદસ્યો બનશે.

પ્રધાન મંત્રી મોદીની અધ્યક્ષતામાં સ્મૃતિ ઈરાની, ભુપેન્દ્ર યાદવ અને સરવાનંદ સોનોવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

અશ્વિની વૈષ્ણવ, ભુપેન્દ્ર  યાદવ, આરસીપી સિંહ અને કિશન રેડ્ડી જેવા સદસ્યોના રૂપમાં રોજગાર અને કૌશલ્ય વિકાશ કેબિનેટ સમિતિનું પણ પુન:ગઠન કરવામાં આવ્યું છે.

નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા, અશ્વિની વૈશ્યએ નિવેશ અને વિકાશ સંબંધી મંત્રીમંડળ સમિતિમાં સ્થાન મેળવ્યું છે.

જે રીતે તાત્કાલિક ધોરણે મોદી કેબિનેટમાં મંત્રીઓની ફેરબદલી થયી છે તે જોતાં કેબિનેટ સમિતિઓમાં નવા ચેહરાને સ્થાન મળે તેમાં કઈ નવાઈ નથી. 


No comments:

Post a Comment