પરિવાર આધારિત ઉદ્યોગોના
સોપ ઓપેરા રાજકારણથી કંટાળીને, દલિતો મુખ્ય
પ્રવાહ, પ્રતિનિધિ પક્ષની શોધમાં છે: ગુરુ પ્રકાશ
દલિતો કુલ વસ્તીના ૧૬ ટકાથી વધુ છે. છેલ્લા સાત દાયકામાં, બંધારણીય રીતે ફરજિયાત અને હકારાત્મક કાર્યવાહી નીતિઓને કારણે દલિત સમુદાયનું ગૌરવ અને પોતાની માન્યતા માટેનો સંઘર્ષ
ચોક્કસપણે વધુ મજબૂત અને સંગઠિત બન્યો છે. રાજ્ય પ્રાયોજિત રોજગાર અને શિક્ષણમાં
વિશેષ રક્ષણ સાથે દલિતોએ રાષ્ટ્રના રાજકારણ પર સકારાત્મક છાપ છોડી છે.
નોંધપાત્ર છે કે આપણા
બંધારણના નિર્માતાઓની દૂરંદેશીને અને મુખ્યત્વે ડ્રાફ્ટિંગ સમિતિના
અધ્યક્ષ ડો. બી. આર. આંબેડકરના વિઝનના કારણે સત્તા, શાસક અને શાસનની
સંસ્થાઓનું પ્રમાણમાં
પ્રાદેશિકરણ થયી ગયું છે. ડો. આંબેડકરે દબાયેલા અને હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ગૌરવપૂર્ણ અસ્તિત્વનો માર્ગ
સ્પષ્ટ કર્યો હતો. જો કે, જ્ઞાતિની સમસ્યા બહારથી જેટલી સામાન્ય લાગે છે તેના કરતાં વધુ માળખાકીય છે., પરિણામે આ સંઘર્ષ ચાલુ રહ્યો છે. હિંસાની
ઘટનાઓ અને બહિસ્કૃત
થવાના બનાવો દલિત સમુદાય માટે મોટા પાયે એક
ત્રાસદાયક અનુભવ છે.
દલિતોનું નિર્ણાયક ભૂમિકાઓમાં પ્રતિનિધિત્વ
હજી પણ અપરિપક્વ છે. દલિતો માટે સામાજિક વર્ચસ્વ એક દૂરસ્થ વાસ્તવિકતા છે, પરંતુ રાજકીય
સ્તર ઉપર નોંધપાત્ર દબદબાએ સમુદાયના હિતોની
પ્રગતિમાં ફાળો આપ્યો છે. તેથી, દલિતની જુંબેશની દિશા સમજવા દલિતોના રાજકીય ઉચ્ચારણના માર્ગને સમજવું અનિવાર્ય બની જાય છે.
આઝાદી પછીના દાયકાઓમાં, સમગ્ર રાષ્ટ્રના
દલિતો માટે કોંગ્રેસ એકમાત્ર વિકલ્પ હતો, જોકે કોંગ્રેસ અને સમુદાયના સૌથી તેજસ્વી નેતા ડો. આંબેડકરના સંબધો ખટાસભર્યા રહેલા. બંધારણ સભાની ચર્ચાઓ અને આગામી રાજકારણ એ હકીકતનો પુરાવો છે કે કોંગ્રેસ અને
આંબેડકર ક્યારેય સાથી મુસાફરો બનવાની રાહમાં ન હતા. તેથી, આંબેડકરનો વારસો પ્રાકૃતિક બન્યો, કેમ કે કોઈ પણ
વ્યક્તિ અથવા સંસ્થા તેના પર એકમાત્ર સંરક્ષક હોવાનો દાવો કરી શકતી નથી.
રાજકીય ઇતિહાસકારો દ્વારા
ઓછા બોલાયેલા અને લખવામાં આવેલા બાબુ જગજીવન રામ પણ એક અંડર-રેટિડ, પરંતુ મહત્વપૂર્ણ
વ્યક્તિ હતા, જેમણે સતત હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે અવાજ ઉઠાવ્યો અને જેમનું નામ હજી પણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ
વિશ્વભરમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સાંસદોમાંના એક તરીકે નોંધાયું છે. આમ, આઝાદી પછી દલિત રાજકારણ મુખ્યત્વે આંબેડકર અને જગજીવન રામની આસપાસ હતું એવું
માની લેવું અયોગ્ય નહીં હોય, જેમાં કોંગ્રેસ પાર્ટીએ અન્ય કોઈ
સંગઠનાત્મક વિકલ્પની ગેરહાજરીમાં સંસ્થાકીય છત્ર પૂરું પાડ્યું હતું.
જનતા પાર્ટીમાં ઉત્તર પ્રદેશના રામધનનો પ્રભાવ હતો, પરંતુ ત્યાર બાદ કાંશી રામ અને રામ વિલાસ પાસવાનના આગમન
સુધી એક વિશાળ શૂન્યાવકાશ આવી ગયો. કાંશી રામ અને અને પાસવાને આગામી કેટલાક દાયકાઓ સુધી દેશના રાજકીય ગઢ ઉપર દલિતોની રાજકીય
અભિવ્યક્તિને આકાર આપ્યો હતો. પંજાબ, હરિયાણા અને
યુપીમાં દલિતો સામે શોષણ અને હિંસાના વધતા જતા કેસની પૃષ્ઠભૂમિમાં બહુજન સમાજ
પાર્ટીનો ઉદય એક નોંધપાત્ર ક્ષણ હતી. રાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં પહેલી વાર એક
રાજકીય સંગઠનની કલ્પના બહુજનોના એક બ્લોકનું પ્રતિનિધિત્વ કરવા માટે કરવામાં આવી
હતી. જેમાં મધ્યસ્થ જાતિઓ અને
દલિતોના વર્ગોનો સમાવેશ થતો હતો. જોકે રામ જન્મભૂમિ આંદોલન અને મંડલ કમિશનની રાજનીતિ સાથે આ બ્લોક પાછળના વિચારને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ બસપાએ વિવિધ સામાજિક ગઠબંધનો સાથે સફળતાપૂર્વક અને
નિષ્ફળ પ્રયાસો કર્યા છે,
પરંતુ પાર્ટી માટે હવે અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે. આંતરિક લોકશાહી અને સામૂહિક નેતૃત્વ વિના કોઈ રાજકીય
સંગઠન વિકસી શકતું નથી.
દલિતોએ એવા પક્ષો સાથે
પ્રયોગ કર્યો છે જે શરૂઆતમાં એક વિચારથી શરૂ થયા હતા પરંતુ સમય જતાં મોટા ભાગે આ પક્ષો વ્યક્તિ કેન્દ્રિત અને પરિવાર
કેન્દ્રિત બન્યા હતા. જ્યારે નેતૃત્વ રાજકીય
પક્ષને વ્યવસ્થિત રાખી શકતું નથી,
ત્યારે સામાજિક-આર્થિક રીતે પિરામિડના તળિયે રહેલા સમુદાયને વિશ્વાસનીય
નેતૃત્વ આપવાની આ પક્ષો પાસે થી અપેક્ષા ઠગારી નીવડી શકે છે.
દલિતો સ્પષ્ટપણે પરિવાર
આધારિત ઉદ્યોગોના સોપ ઓપેરા રાજકારણથી કંટાળી ગયા છે જે સમુદાયના હિતોનું પ્રતિનિધિત્વ
કરવાનો દાવો કરે છે. દલિતો આંબેડકરની કલ્પના મુજબ મુખ્ય પ્રવાહના
રાજકારણનો ભાગ બનવા માંગે છે. તેઓ દેશના વિકાસ અને પ્રગતિમાં હિસ્સેદાર બનવા માંગે
છે અને માત્ર ચૂંટણી દરમિયાન વેપાર કરી શકાય તેવી રાજકીય ચીજ વસ્તુ રહેવા માંગતા
નથી.
કોંગ્રેસે તેમને નિષ્ફળ
કર્યા. પ્રાદેશિક પક્ષોએ તેમને કોઈ ટકાઉ ઉકેલ આપ્યો નથી. તેથી, ભારતીય જનતા
પાર્ટી દલિતોમાં વધુને વધુ સુસંગત તાકાત બની રહી છે. સંગઠન અને સરકારમાં ઔપચારિક પદથી આગળનું પ્રતિનિધિત્વ દલિત સમાજના ગૌરવ અને વિચાર માટે આગામી પેઢીના સુધારાઓનું માર્ગદર્શક બળ હશે.
(Note: Translated from an article titled 'There is a churn in Dalit politics' from the Indian Express, dated June 22, 2021, written by Guru Prakash)