Monday, February 17, 2020

લગનનો વાયરો ફોંકાંણો

 'અલી શાંતા રે બુન કાંતા; મેં હોંભણિ શે એક વોર્તા' અને 'ભાઈ ગોઠવાઈ ગ્યા છે' જેવા અસલ ગુજરાતી ગીતોની રમજટ સાથે લગન ના વાયરા ફૂંકાવા માંડ્યા છે. તો હવે મુરતિયા અને લાડીની સાથે ગામ આખું નાચ ગાનમાં કૂદી પડશે. કેમ નહીં, ડુંગળી હવે સસ્તી થઈ ગઈ છે અને કોરોનાને એરપોર્ટ ઉપર જ બંદી બનાવી દેવામાં આવ્યો છે.

ગુજરાતી લગ્ન ગીતોની એક અનોખી પરંપરા રહી છે. સમય સાથે જે તે પ્રતીકો અને તેમનું સમાજ માં મહત્વ બદલાયું જેની સ્પસ્ટ અસર લગ્ન ગીતોમાં પણ જોવા મળે છે. જેમકે જૂના ગિતોમાં જે તે વ્યક્તિની વિશેષતાને મહત્વ આપવામાં આવતું હતું પણ હવે ભૌતિક સગવડ પર ભાર મૂકવામાં આવે છે. 'ચાર બંગડી વાળી ગાડી, મામાં મારા ભપમ ભપમ ગાડી લાયા' જેવા ગિતોમાં આ બાબત જોઈ શકાય છે. જોકે આ ભારેભરખમ ગાડીઓ લગ્ન જીવનની સફર ને પાર પાડશે કે નહિ તે સંશોધન નો વિષય છે.


No comments:

Post a Comment