Monday, October 07, 2019

ખબર નઈ

ખબર નઈ, તને ગુમાન શેનું છે;
ફટ દઈને તું  મારા ગાલ પર તારો હાથ છાપી દે છે;
ઘરમાં, ગલીમાં, જાહેર સભામાં  ઉતારી પાડે છે.
તારી જીવદયાની વ્યાખ્યામાં હું ઢોર પણ નથી?
 શું ઢોરને કોઈ બાંધીને મારે છે?
 ચોપડે જ હું માણસ મટ્યો,
અને ચોપડે જ માણસ થયો.
ખબર નઈ તું કયા ચોપડાને માને છે કે
નથી માનતો પણ મારતી વખતે ઢોર માર મારે છે.
હું હવે નઈ કહું કે હું માણસ છું,
ખબર નઇ, પણ તું ક્યારે માણસ થઈશ?

No comments:

Post a Comment