Sunday, October 27, 2019

દિલનું દારૂખાનું

દિલમાં ફૂટે ફટાકડો
સળગાવે જો તું લવિંગ્યું
જોઈ તારી આંખોની ફૂળજળી
મન થઈ જાય ચકરડી ભમરડી
છોડ્યા તેં છમ કરતાં રોકેટ
દૂર ગગનમાં થયો ભડાકો મુજ અગનમાં
પ્રીતની કોઠી ભભૂકી એવી તે સરસર
ઉરના તારા ઉછળ્યા આભને ચૂમવા.


1 comment: